________________
મિ॰ વાડેલની મુશ્કેલીઓ
૧૨
ઃઃ
તમે શું કહેવા માગે છે, ભાઈ ?” મિ॰ પિકવિકે મિ॰ વાલના અવાજમાં કંઈક નિરાશાને સૂર સાંભળીને પૂછ્યું.
(C
શું કહેવાનું, દાસ્ત ? બધી છેકરીએ હવે ગાંડી થઈ જવા ખેડી છે.”
k
તમે શું આ મહાન સમાચાર કહેવા માટે જ અહીં લંડન સુધી દોડી આવ્યા છે, મિત્ર?” મિ॰ પર્કરે પૂછ્યું.
<<
ના, ના, એમ તેા ન જ કહી શકાય; જો કે, મારા આવવાનું એ મુખ્ય કારણુ તા છે જ. પણ આરાખેલા કેમ છે?”
<<
ઘણી સારી છે; અને તમને જોઈને ઘણી રાજી થશે, એની મને ખાતરી છે,'' મિ॰ પિકવિકે જવાબ આપ્યા.
કાળી આંખેાવાળી નાનકડી જાદુગરણુ ! ગમે ત્યારે તેને પરણી નાખવાને મારે જ વિચાર હતા! પણ લગ્નના સમાચાર જાણી હું ધણા રાજી થયા છું ઘણા જ રાજી થયેા છું. ’
66
cr
""
પણ તમને એના લગ્નના સમાચાર શી રીતે મળ્યા ?
<<
· મારી દીકરીએ મારફત જ વળી. આરાએલાએ જ પરમ
દિવસે પત્ર લખીને જણાવ્યું કે, તેણે પેાતાના પતિના પિતાની જાણુ વિના છાનુંમાનું લગ્ન કરી દીધું છે રખેને ના પાડી બેસે, એ બીકે; અને એવું એવું બધું. મેં મારી દીકરીઓને તરત જ ભાષણુ આપવા માંડયું કે, છેકરાંએ પેાતાનાં માબાપની સંમતિ વિના પરણે, એ કેવી ભયંકર વાત ગણાય, ઇ. પણ તેમનાં હૃદય ઉપર આપણા કહેવાની જરાય અસર થાય ત્યારેને ! તેમને તે એમાં આરાખેલાને કન્યા-સખી વિના પરણવું પડયું એટલી વાત જ ભયંકર લાગી; બાકીનું તે! કશું જ નહિ ! પણુ આ તેા હજી પાશેરામાં પહેલી પૂણી જેવું જ છે. છ છ મહિનાથી જે પ્રેમ-પ્રકરણા અને પ્રેમ-કાવતરાં ચાલતાં હતાં, તેની આપણને કશી ખબર જ પડી ન હતી. આપણે જાણું છુપાવીને દાટેલી સુરંગા ઉપર જ રહેતા હતા; અને હવે એક પછી એક એ સુરંગા ફૂટવા લાગી છે!'