________________
પિકવિક ક્લબ મિ. પિકવિકે તેમને કહ્યું, “ચાલો આપણે બે વચ્ચેની વાત પણ હવે પતવી લઈએ.”
તમે હમણાં જે વાત પતાવી તેની પેઠે ?” એટલું કહી મિ પર્કર ફરી પાછા હસવાના એક વમળમાં સપડાઈ ગયા.
૫૧ મિ વોર્ડલની મુશ્કેલીઓ
બંને મિત્રો એકબીજાનો હિસાબ ચૂકતે કરી રહ્યા, તેવામાં બારણુ ઉપર એકધારે ટકરાનો વરસાદ વરસવા લાગ્યો.
મિ. વેલને નોકર જેસફ આવ્યો હતો. આમ બારણું ઉપર સતત ટકારા માર્યા કરવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે, “હું બારણું બહાર ઊભો ઊ ઊંઘી ન જાઉં, માટે મારા માલિકે મને બારણું ઊઘડે નહીં ત્યાં સુધી ટકોરા માર્યા કરવાનું ફરમાવ્યું છે.”
મિત્ર વોર્ડલ થોડે દૂર ઘોડાગાડીમાં જ બેઠેલા હતા. તે હવે તરત દોડતા ઉપર આવ્યા. તેમણે મિ. પિકવિકનો હાથ પોતાના હાથમાં લઈને જણાવ્યું, “વાહ, દસ્ત, જેલની હવા ખાઈ આવ્યા એ વાતની મને તો ખબર જ પડી જ નહિ. મિ. ૫ર્કર, તમે હાજર હતા છતાં તમે આમ કેમ થવા દીધું ?”
મારું કંઈ જ ચાલ્યું નહિ, સાહેબ, તમે જાણે છે કે તે કેવા જિદ્દી છે,” મિત્ર પર્વરે હસતાં હસતાં કહ્યું.
“હું જાણું છું, બરાબર જાણું છું; અને એટલે જ હવે હું તેમને મારી આંખ આગળથી સહેજ પણ દૂર થવા દેવાનો નથી.”
આટલું કહી, મિત્ર વોર્ડલ એક ખુરશીમાં બેસી પડ્યા.
પછી તેમણે મિત્ર પર્કરની દાબડીમાંથી છીંકણીની ચપટી ભરીને કહ્યું, “કે સમય આવ્યો છે ? કશી જ સમજ પડે તેવું રહ્યું નથી.”