________________
કેટલીક વિદ્યાય : ભાવભરી અને કડવી
૪૧૧
પછી તેઓએ કાગળા કાઢી હિસાબ કર્યાં તે એકસા છત્રીસ પાઉંડ, છ શિલિંગ, ચાર પેન્સ ચૂકવવાના થયા. મિ॰ પર્કરે ચેક તૈયાર કરવા માંડયો.
*
દરમ્યાન ડૅડસને મિ॰ પિકવિકને માયાળુપણે પૂછ્યું, તમને છેલ્લા મેં જોયા તેવા હષ્ટપુષ્ટ તમે હમણાં લાગતા નથી, સાહેબ.
""
મિ॰ પિકવિકને ગુસ્સા ઊભરાવા લાગ્યા. તેમણે જવાબ આપ્યા, ખરી વાત છે, સાહેબ; હમણાંનાં મારે કેટલાક બદમાશે। સાથે પાનાં પડમાં હતાં, જેમણે મને સતાવવામાં અને પજવવામાં કસર રાખી નથી.”
'
મિ॰ પકૈર જોરથી ખાંખારા ખાવા લાગ્યા. તેમણે મિ॰ પિકવિકને પૂછ્યું, તમારે આજ સવારનું છાપું વાંચવું છે, સાહેબ ?”
"C
મિ૰ પિકવિકે ઘસીને ના પાડી.
પૈસાના ચેક ફ્ગે ખીસામાં મૂકી દીધેા, પછી તેણે મિ॰ પિકવિક તરફ સંતેષની નજરે જોતાં જોતાં કહ્યું, “મને લાગે છે કે, આજે હવે તમને અમારા વિષે તે દિવસે જેવું લાગ્યું હતું, તેવું ખાટું નહિ લાગતું હાય, ખરુંને સાહેબ ?”
<<
શા માટે લાગે ?”’ૐાડસને ખાટી રીતે દૂભવવામાં આવેલા નિર્દેૉંષ માણુસની અદાથી કહ્યું; “હવે મિ॰ પિકવિક આપણને વધુ સારી રીતે ઓળખતા થયા હશે. આપણા ધંધાના માણુસા વિષે તેમને ગમે તે અભિપ્રાય હાય, પણુ હું તેમને ખાતરી આપવા માગું છું કે, તે દિવસે આપણી ઑફિસમાં આવીને આપણું જે અપમાન કરી ગયા હતા, તે હું જરાય યાદ રાખવા માગતે નથી. ’
“ના ના; હું પણું ભૂલી જ જવા માગું છું,” ફ્ગે જણુાવ્યું.
<<
· અમારી વર્તણૂક જ અમારા સાચા પરિચય તમને આપશે. અમે આ ધંધામાં વરસાથી છીએ, અને અમને અમારા ઉત્તમ અસીલેાના વિશ્વાસ પ્રાપ્ત કરવાનું બહુમાન મળેલું છે.”