________________
૧૦.
I પિકવિક ક્લબ પછી મિ. પિકવિકે મિ. વિકલના પિતાના જકકીપણાની. અને આડાઈની વાત કાઢી.
મિ પર્કરે કહ્યું, “એક અઠવાડિયું હજુ તેમને આપો.”
“એક અઠવાડિયામાં તે માની જશે, એમ તમે માને છે, મિત્ર પર્કર ?”
“મને લાગે છે કે તે જરૂર માની જશે. અને નહિ માને તે પછી આપણે જુવાન આરાબેલાની મીઠી જીભને ઉપયોગમાં લેવી પડશે. આમેય, આખી દુનિયામાં તમે જ એવા માણસ હશે કે જેમને એને ઉપયોગ કરવાનું ન સૂઝયું !”
પણ એટલામાં લેટને આવી બારણું ખખડાવ્યું. રજા મળતાં અંદર આવીને તેણે મિ૫ર્કરને જણાવ્યું, “ ડોડસન અને ફેંગ તમને મળવા આવ્યા છે.”
મિ. પરે તરત મિ. પિકવિકને જણાવ્યું, “હિસાબ કરવા મેં તેમને સાડા અગિયારે બોલાવ્યા હતા. પણ તમે શું કરશો ? બીજા કમરામાં ચાલ્યા જશે કે અહીં બેસી રહેશો?”
“વાહ, મારે તેમનાથી શા માટે શરમાવું પડે ? તેઓને ખરી રીતે મારા મેં સામું જોતાં શરમાવાનું હોય.” મિ. પિકવિકે પુયપ્રકોપની દશામાં આવી જઈને જણુવ્યું.
તો સાહેબ, તમે ખરેખર વિચિત્ર ભૂલમાં છે. ડેડસન અને ફેગ તમારાથી છપાય કે શરમાય, એવું તમારા સિવાય બીજું કોઈ ન માને. મિ. લેટિન તેમને અહીં જ મોકલો જેઉં.”
તે બંને અંદર આવતાં, મિત્ર પકરે તેમને જણાવ્યું–
“આ મિ. પિકવિક છે; તમે તેમને પહેલાં જોયા છે, એમ હું માની લઉં છું.” .
“વાહ, કેમ છો, મિ. પિકવિક ?” ડોડસને માટે અવાજે કહ્યું.
“વાહ, વાહ, કેમ છો, મિ. પિકવિક ? આશા રાખું છું, તમારી તમારી તબિયત સારી હશે.” ફેંગે સૂર પુરાવ્યો.