________________
પિકવિક ક્લબ
આટલું કહી મિ॰ સ્ટિગિન્સ હવે કંઈક સ્વસ્થ થઈ ઊભા થયા અને એક જાણીતી અભરાઈ પાસે જઈ, તેના ઉપરથી એક ટંબલર લઈ તેમણે તેમાં ચાર àાં ખાંડ નાખી; પછી તેમાં પાઈન-એપલ રમ ઉમેરી એક ઊકળતી કીટલીમાંથી પાણી લઈ આખું ટંબલર ભરી કાઢયું. પછી તેમાંથી એક મેટા ઘૂંટડા ભરી, તે શ્વાસ લેવા થેાભ્યા.
૪૦
ડાસા વેલર અત્યાર સુધી તે માત્ર જોઈજ રહ્યો હતા; પણુ હવે તે ઝટપટ ઊઠયો. તેણે તેના હાથમાંથી કંબલર ઝૂંટવી લીધું અને અંદરનું પ્રવાહી તેના મેાં ઉપર જોરથી ઝાપટયું. પછી તેને કાલરેથી પકડી તેણે તેના આખા શરીર ઉપર લાતેા તથા ઢાંસા ઢાકવા માંડયા.
પછી એ જ રીતે ડૅાંસા અને લાતે લગાવતા તેને ધકેલીને બહારના બારણા આગળ લઈ ગયા, અને ત્યાં પણ વધુ જોરથી ઢાકાડાક રશરૂ કરી.
બિચારા સ્ટિગિન્સ વેલર-ડેાસાના હાથમાં માછ્યું તરફડે તેમ તરફડવા લાગ્યા. પછી બહાર ઘેાડાઓને પાણી પાવાના હવાડા પાસે લઈ જઈ, ડેાસાએ તેનું માં તેમાં ઝબકાળી દીધું. છેવટે જ્યારે તે રૂંધાઈને મરી જશે એમ લાગ્યું, ત્યારે જ તેણે તેનું મેમાં ઊંચું આવવા દીધું.
ત્યાર બાદ પેાતાના આખા શરીરની સમગ્ર તાકાત પેાતાની છેલ્લી લાતમાં કેન્દ્રિત કરી, તેણે તેના પૂંછડા ઉપર લગાવી દીધી અને મેટેથી કહ્યું, “ સાલા, આળસુના પીર, હજુ તમારા બીજા ભરવાડાને પણ અહીં આવવા દેજે, એટલે તેમનું મારી મારીને ચૂરમું કરી આપીશ. ’
**