________________
૪૫
છેલ્લી લાત દાખવવા હાથ તથા આંખ આકાશ તરફ ઊંચાં કર્યા, અને પછી અંગીઠી તરફ ખુરશી ખેંચી જઈ તેણે આંખોએ રૂમાલ દાબવા માંડ્યો.
વેલર-ડોસો આ પાદરાની હિંમત જોઈ આશ્ચર્યચકિત થઈ તેના તરફ જઈ રહ્યો. અને સેમ પણ આ અણગમતી મુલાકાતનું શું પરિણામ આવે છે, તે જાણવા ઇંતેજાર બની ગયો.
સ્ટિગિન્સ થોડી વાર રૂમાલ આંખો ઉપર રાખી બેસી રહ્યો. પછી સેમ તરફ જોઈને બેલ્યો, “મારા જુવાન મિત્ર, આ તો ભારે શેકજનક વિપત્તિ આવી પડી કહેવાય.”
સેમે સહેજ ડોકું હલાવી સંમતિ દર્શાવી.
“તારા નાસ્તિક પિતા માટે પણ. પરંતુ, સેમ, હું એ જાણવા માગું છું કે, તારી માએ અમારા દેવળ માટે-મંડળ માટે કંઈ રકમ વિલમાં મૂકી છે કે કેમ ?”
ના, ના કંઈ મૂક્યું નથી. ભરવાડ માટે પણ નહિ કે તેનાં ઘેટાં માટે પણ નહિ કે તેના કૂતરાઓ માટે પણ નહિ,” સેમે જવાબ આપ્યો.
મારે માટે પણ કંઈ નહિ, સેમ્યુએલ ?” સેમે ડોકું હલાવ્યું. “કંઈક તો હશે જ; કંઈક પ્રતીક જેવું પણ કશુંક.” “ના, ના, તમારી જૂની છત્રીની કિમત જેટલું પણ નહિ.”
“કદાચ, તારા નાસ્તિક પિતાને તેણે મારી કાળજી રાખવાનું તો કહ્યું જ હશે.”
કદાચ એમ બન્યું હોય; મારા બાપુ હમણું તમારી જ વાત કરતા હતા.”
એમ? તો તો તેમને આ વિપત્તિથી સારે હૃદયપલટે થયો કહેવાય. તે તે અમે બંને હવે નિરાંતે સાથે રહી શકીશું. તે બહાર ગયા હશે ત્યારે હું તેમની મિલકતની સંભાળ પણ રાખીશ. અને બહુ સારી સંભાળ રાખીશ, સેમ્યુએલ !”