________________
છેલી લાત
૪૦૩ છે કે, તમારી સાથે હું સારી રીતે વર્તી નહીં. તમે બહુ ભલા માયાળુ હદયના માણસ છે; અને મેં ધાર્યું હોત તો તમારું ઘર મેં સુખશાંતિથી ભરી કાઢયું હોત. પણ હવે બહુ મોડું થઈ ગયું ત્યારે પસ્તાવાને અર્થ નથી. પરણેતર બાઈએ દેવળ-મંદિરમાં ધર્મ-કર્મ તરફ લક્ષ આપવા પહેલાં પોતાના ઘરનાં ધર્મ-કર્મ પ્રથમ સંભાળવાં જોઈએ. મેં ઘર તરફ છેક જ દુર્લક્ષ રાખ્યું, અને બહારનાં માન-પાન તરફ જ વધારે લક્ષ રાખ્યું. મારો સમય, શકિત અને મિલકત મે નકામાં વેડફી નાખ્યાં. પણ હું મરી જાઉં ત્યારે હું પેલા પાદરીઓને રવાડે ચડી તે પહેલાં જેવી હતી તેવી મને યાદ કરજે. હું મૂળે આવી નહોતી.” સેમિલ, મને એના એ શબ્દો યાદ આવી બહુ ઓછું આવી જાય છે. મેં તેને જવાબ આપ્યો, “સુસાન, તું બહુ સારી અને બહુ લાયક પત્ની નીવડી છે. માટે મનમાં બીજો કશો વિચાર ન કરીશ. તું હજુ પણ સાજી થવાની જ છે; અને હું પેલા સ્ટિગિન્સનું માથું ફાડી નાખીશ તે નજરે જોવાની છે. તે મારી વાત સાંભળીને હસી પડી, પણ છતાં છેવટે મરી જ ગઈ.” - સેમને પણ પોતાની નવી-માના આખરી શબ્દો સાંભળી લાગણી થઈ આવી. છતાં આશ્વાસન આપવા પૂરતો તે બોલ્યો, “ઠીક, ગવર્નર, આપણે બધાને છેવટે એ રસ્તે જ જવાનું છે.”
“ખરી વાત છે, દીકરા,” ડોસાએ જવાબ આપ્યો.
પણ એટલામાં પડોશની એક ધિંગી બાઈ ત્યાં આવી પહોંચી અને ડોસાને કંઈક પીવા આગ્રહ કરવા લાગી.
ડોસાએ ના પાડી, તેમ પેલી વધુ આગ્રહ કરવા લાગી.
છેવટે ડોસો ચિડાઈ ગયો. પેલી બાઈ, દુઃખથી માણસે કેવા ચીડિયા બની જાય છે, એ વાત બોલતી બોલતી છણકો કરીને ચાલી ગઈ.
ડેસરાએ કહ્યું, “દીકરા, સેમિલ, જ્યારથી તારી નવી મા મરી ગઈ ત્યારથી આ બધી પડોશણ બાઈઓને મારા પ્રત્યેને ભાવ