________________
મિ. પિકવિક એન ઍલનને અને બર્ટ સૌયરને મળે છે ૩૯૧ મેરીનું ઘર જડતા પહેલાં સેમને જરા “બેલાચાલી થઈ હતી; અને એ ઘેડાગાડીમાં બેસનાર એલનની ફેઈજ હતી, જેને ત્યાં આરાબેલાને પૂરી રાખવામાં આવી હતી.
ફેઈએ આવીને ઍલનને જોતાં જ હાંફળા ફાંફળાં કહી નાખ્યું, “તે નાસી ગઈ! ત્રણ દિવસ ઉપર જ મારી બહેનને ત્યાં મળવા જવાનું બહાનું કાઢીને તે ગઈ અને પછી આજ સવારે માત્ર તેને પત્ર જ મને મળે. તેમાં તેણે જણાવ્યું છે કે, તે ચૂકી છે.”
બેન્જામિન ને અત્યારે ખૂબ જ પીધેલ હાલતમાં હતો. પિતાની બહેન પરણી ચૂકી છે, એવા શબ્દો સાંભળ્યા કે તરત ઊઠીને તે ખુરશી ઉપરથી બેઠે થયો અને ફાઈના ઘોડાગાડીવાળા માર્ટિન ઉપર સીધો લપટક્યો. પેલે બિચારો તેને ઈરાદો શો છે તે કપી પણ શકે તે પહેલાં તે એલને તેનું ગળું જોરથી દબાવી દીધું. પેલાએ સ્વરક્ષા અર્થે જ બેન એલનને થોડા પ્રહાર કરી નીચે ગબડાવી પાડવો. પછી બંને જણ ઝનૂનમાં આવી જઈને બાથંબથા આવી ગયા.
તે જ ઘડીએ મિ. પિકવિક અને સેમ ત્યાં આવી પહોંચ્યા. સેમ માન્યું કે, આ હાડ-વહેર તેના કોઈ દરદીને ન-ગમતી દવા પિવરાવવાને કઈ પ્રયોગ જ અજમાવી રહ્યો છે, એટલે તે ચૂપ બધું જોતો ઊભો રહ્યો. પણ મિ. પિકવિકે તરત જ વચ્ચે પડી બંનેને છૂટા પાડ્યા.
મિ. પિકવિકે બેબને પૂછયું, “શી વાત છે? તમારા મિત્રને શું થયું છે?”
એલન તરત જ દુઃખપૂર્ણ અવાજે બેલી ઊડ્યો, “મારી બહેન, મારા સાહેબ, મારી બહેન!”
ગભરાશો નહિ; તમારી બહેન સાજીસમી છે, અને હું તેના સમાચાર કહેવા જ અહીં આવ્યો છું.”
સેમ હવે બોલી ઊઠશે, “માફ કરજે સાહેબ, આ મજાના કાર્યકમમાં ખલેલ પહોંચાડવા માટે–રાજાએ પાર્લમેન્ટ વિખેરી નાખતાં