________________
૩૯૯
મિ વિંકલ સીનિયર “તમારું કહેવું તદ્દન સાચું છે, સાહેબ,” બેન ઍલન બેલી ઊઠયા. તેમને તો અર્ધજાગૃત અવસ્થામાં એટલું જ લાગ્યું કે, જાણે પિતાના હજાર પાઉંડ તેમણે ચપટીમાં ખર્ચી નાખ્યા છે; “તમે બહુ સમજદાર માણસ લાગે છે; બેબ, આ માણસ બહુ ડાહ્યો છે, એની નોંધ અવશ્ય લઈ લે.”
મારા વિષે તમે આવો સારે અભિપ્રાય દર્શાવ્યો એ બદલ હું તમારે આભારી છું સાહેબ,” મિત્ર વિકલ-સીનિયરે એલન તરફ તુચ્છકારભરી રીતે જોઈને કહ્યું, “વાત એમ છે કે, મિ. પિકવિક,
જ્યારે મેં મારા છોકરાને (તમારી દેખરેખ હેઠળ) અનુભવે ઘડાવા માટે એક વરસ ફરવા હરવાની પરવાનગી આપી, ત્યારે તે આમ પરણી બેસશે, એ વસ્તુની ક૯૫ના સરખી મને નહોતી. મારે પુત્ર બરાબર જાણે છે કે, હું તેના તરફથી આ કારણે મારું માં પાછું ફેરવી લઉં તો તેણે નવાઈ પામવાની નહિ હોય. તેને થોડા વખતમાં મારા તરફથી લેખિત જવાબ મળશે. મિ. પિકવિક, ગૂડ નાઈટ, સાહેબ, માર્ગરેટ, બારણું ઉઘાડ.”
આ દરમ્યાન બેબ એલનને કંઈક કહેવા ગોદાવ્યા કરતો હતો. તે હવે એકદમ તડૂકી ઊઠયો, “સાહેબ, તમારે આમ બેલતાં શરમાવું જોઈએ.”
હા, હા, એ યુવતીના ભાઈ તરીકે તમને તમારા અભિપ્રાય બાંધવાને હક છે, એ હું કબૂલ કરું છું; પરંતુ, હવે આ પ્રસંગ પૂરે કરે; મિ. પિકવિક, ગૂડનાઈટ.”
આટલું કહી ડોસાએ સૌને સીધું બારણું જ બતાવી દીધું.
મિ. પિકવિક હવે આકળા થઈને બોલી ઊઠ્યા, “તમે તમારી આ વર્તણૂક બદલ જરૂર પસ્તાવાના છો, સાહેબ.”
“અત્યારે તો હું એથી ઊલટા જ અભિપ્રાયને છું- તમારા શિષ્ય જ આ પગલું ભરીને જિંદગીભર પસ્તાવાપણું છે; પણ તમને હું ગૂડનાઈટ’ વાંછું છું, સાહેબ.”