________________
પિકવિક ક્લબ મિ. પિકવિક ગુસ્સામાં ઠેકડા ભરતા બહાર રસ્તા ઉપર ચાલી આવ્યા. પેલા બે જણે પણ તેમની પાછળ પાછળ લથડિયાં ખાતા આવ્યા.
૪૯
છેલ્લી લાત બેબ અને એલનને મિ. વિંકલ અને આરાબેલાની સાથે ભેટ કરાવીને બીજે ભૂંડો પ્રસંગ ઊભો થતો ટાળવાના વિચારથી, મિ પિકવિક “જ્યોર્જ ઍન્ડ વલ્ચર’ હોટેલથી થોડે દૂર ઊતરી ગયા અને એ બંને જુવાનિયાઓનો ઉતારે જુદી એક હોટેલમાં ગોઠવી દીધો. - સેમ “ ર્જ એન્ડ વેલ્યરના બારણું આગળ આવ્યું એટલે મિસિસ વિકલની નોકરડી તરીકે રહેલી મેરી તેને સામે મળી.
મિ. પિકવિક અંદર દાખલ થઈ ગયા એટલે સેમે મેરીને કહ્યું, વાહ, શું મીઠું મીઠું મેં છે?”
જાઓ, જાઓ, આ બધું શું કરે છે, મિ. વેલર ! મારા વાળ કેવા બગાડી નાખ્યા ? જુઓને ચાર દિવસથી તમારે એક કાગળ આવીને પડ્યો છે, તે મેં સાચવી રાખ્યો છે, પણ તમને એ કાગળ માગવાનીય ફુરસદ ક્યાં છે? કોણ જાણે મેં ક્યાં મૂક્યો હશે ? ઠેકાણે રહ્યો હોય તો સારું, નહીં તો મારે માથે બદનામી આવશે.” એમ કહી મેરીએ એ કાગળ પોતાનાં કપડાંમાં આમ તેમ ફફસી, છેવટે છાતી ઉપર બાંધેલા સુંદર કાપલા હેઠળથી કાઢી આપ્યો. સેમે એ બદલ મેરીને યોગ્ય રીતે આભાર માન્યો.
પછી સેમ મૅરી સાથે એક બારીની કિનાર ઉપર બેસી એ કાગળ વાંચવા લાગ્યો. તરત તે બોલી ઊઠ્યો, “અરે આ શું છે ?” મેરી તેના ખભા આગળ માં રાખી એ કાગળ તરફ નજર કરીને બોલી ઊઠી, “શી વાત છે? કંઈ માઠા સમાચાર તો નથી ?”