________________
સિવિલ સીનિયર
૩૯૭
શકશે। કે, આ પત્ર ઉપર તમે સહાનુભૂતિભર્યાં વિચાર કરો તેના ઉપર જ તમારા પુત્રના ભાવી સુખ તથા યેગક્ષેમના આધાર છે. તમે એ પત્ર વાંચીને તેમાંના મુદ્દા અંગે કંઈક ચર્ચા કે વિચારણા મારી સાથે કરીને મને આભારી કરશે, એવી મારી ઇચ્છા છે. અગાઉથી ખબર આપ્યા વિના અત્યારે મેડી રાતે જ હું સીધા તમને એ પત્ર આપવા જાતે દોડી આવ્યા છું, તે ઉપરથી તમારા નિર્ણયની અગત્ય તમારા પુત્રને કેટલી ભારે હશે, તેની કંઈક કપના તમે કરી શકશેા.” તથા પછી પેલા બે જણા તરફ્ થાડી નજર કરી લઈને મિ॰ પિકવિકે ઉમેર્યું, “અત્યારે તમને આવા અગત્યના કામ માટે મળવા આવવામાં સંજોગેા કેવા પ્રતિકૂળ છે, તેનું મને પૂરેપૂરું ભાન છે, સાહેબ. ’
""
મિ॰ વિંકલ-સીનિયર મિ॰ પિકવિક્રે આપેલા કાગળ હાથમાં લઈ, ચારે બાજુથી જોઈ લઈ, તેનું સીલ તેાડી, વાંચવા લાગ્યા. તે વખતે મિ૰ *બ સાયરે તેમના તરફ્ માં કરી, ઢીંચણુ ઉપર હાથ મૂકી, તેમના વિચિત્ર રીતે ચાળા પાડવા માંડયા. મિ॰ વિકલ-સીનિયરને વહેમ ગયા જ હતા, એટલે તેમણે હાથમાંના પત્રની કાર ઉપરથી નજર કરીને મિ॰ બૅબના ચાળા જોઈ લીધા. મિ॰ *બ સાયર આમ પકડાઈ જવાથી કંઈક છેાભીલા બની રશાંત થઈ ગયા.
“તમે મને કંઈક કહ્યું, સાહેબ ?”” ડેાસાએ પૂછ્યું.
“ના સાહેબ, ” આઁખે તદ્ન શાણુા માણુસની પેઠે જવાબ
આપ્યા.
•
“તમને ખાતરી છે કે, તમે કશું કહ્યું નથી?”
“હા, સાહેબ; તદ્ન ખાતરી છે.''
“મને લાગ્યું કે, તમે કંઈક કહ્યું, સાહેબ. કદાચ તમે મારી સામે જોયું હશે, ખરું ?”
“ના, સાહેબ, જરા પણ નહિ.”