________________
૩૯૬
પિકવિક ક્લબ ઓલ્ડ રેલ હોટલ આગળ આવીને ગાડી ઊભી રહી. મિત્ર પિકવિક થોડું પરવારી રાતોરાત જ મિ. વિકલના પિતાને મળવા માગતા હતા. એટલે એલનને સોડા પિવરાવી જરા હોંશમાં લાવવાનો પ્રયત્ન કરવો પડ્યો.
રાતે દશના ટકોરા પડતાં જ મિ. પિકવિક મિત્ર વિકલના પિતાના સ્વચ્છ, સુઘડ, અલગ મકાને આવી પહોંચ્યા. વિંકલ ડસા વાળુ કરવા બેસવાની તૈયારીમાં જ હતા. પણ મિપિકવિકનું કાર્ડ મળતાં જ એ સૌને મળવા બેઠકના ઓરડામાં આવી પહોંચ્યા.
તે જરા બટકા કદના હતા; તથા મિપિકવિકને જોઈ તેમણે તેમને હાર્દિક આવકાર આપ્યો. મિ. બેબ સોયરનું ઓળખાણ તેમના પુત્રના મિત્ર તરીકે મિ. પિકવિકે કરાવ્યું. અને મિબેન્જામિન એલનનું એાળખાણ કરાવતાં ઉમેર્યું કે, “તમારે માટે હું જે પત્ર લાવ્યો છું, તે વાંચી જશે એટલે તમને જણાશે કે, આ સહસ્થ તમારા પુત્રને નિકટના સંબંધી છે. તેમનું નામ એલન છે.” મિત્ર વિકલે એલન તરફ જોયું ત્યારે તો તે ક્યારના ઘેનમાં પડી ગયા હતા. એટલે બોબે તેમને જગાડવા એક સખત ચીમટી ભરતાં તે ચીસ પાડી જાગી ઊઠ્યા. પછી કોઈ અજાણ્યાને પોતાની સમક્ષ ઊભેલો જોઈ એકદમ પાંચ મિનિટ સુધી તેમના બંને હાથ પકડી તેમણે હલાવ્યા અને પૂછયું, “તમને જોઈને મને ઘણે આનંદ થયો છે; તમે અત્યારે લાંબું ફરી આવ્યા પછી શું પીણું લેશે? કે જમવાના સમય સુધી પીવાનું મુલતવી રાખશો ?” આટલું કહી, તે પાછા નીચે બેસી જઈ, શૂન્ય નજરે ચોતરફ નજર કરવા લાગ્યા.
મિ. પિકવિકને આ બંને મિત્રોને વ્યવહાર બહુ મૂંઝવણકર્તા થઈ પડ્યો. મિ. વિકલ-સીનિયર ત અજાયબી પામી આ અનોખાં વ્યક્તિને નિહાળી જ રહ્યા. મિ. પિકવિકે વાતને ઝટ ટૂંકી કરવા ખીસામાંથી એક કાગળ કાઢ્યો અને મિત્ર વિકલ-સીનિયરને આપતાં કહ્યું, “આ પત્ર તમારા પુત્રે આપેલ છે. તે વાંચીને તમે સમજી