________________
૩૯૪
પિકવિક ક્લબ છે, તેને હવે બદલી શકાય તેમ નથી. અને જેનો ઉપાય ન થઈ શકે, તેને વેઠી લેવું જ રહ્યું.
પણ મિ. બેન્જામિન ઍલને તો એટલું જ જણાવ્યું કે, “મારે કાઈનું ખામુખા અપમાન કરવું નથી, અને બીજાઓને બધું સરખું ભલે લાગે, પણ હું પોતે તો મરતા લગી મારી બહેનને ધિક્કાર્યા જ કરવાનો – મૃત્યુ બાદ પણ.”
પિતાનો આ નિર્ણય જ્યારે તેણે પચાસેક વખત બેલી બતાવ્યો, ત્યારે છેવટે ફઈબા ગુસ્સે થઈ બોલી ઊઠયાં, “મારા ઘડપણને અને મારી સગાઈને તારે કશો વિચાર જ ન કરવાનો હોય, તથા જનમતી વખતથી જેને જાણતી અને સંભાળતી આવી છું એવા ભત્રીજા આગળ પણ આમ મારે ફેગટ કાલાવાલા અને આજીજી કરવાની સ્થિતિમાં મુકાવાનું હોય, તો બહેતર છે કે, મારે પણ કંઈક નિશ્ચય ઉપર આવી જવું અને આવાં નમારમુંડાં સગાંને વિસારી મૂકવાં.”
ડેસી એલન ઉપર પોતાની વાગ્ધારા આમ અજમાવી રહ્યાં હતાં, તે દરમ્યાન મિપિકવિક બીબ સૈયરને બીજા ઓરડામાં લઈ ગયા અને સમજાવવા લાગ્યા. અને એ સમજૂતીને પ્રતાપે કે પછી મિ. બેબ સોયરે એક કાળા રંગની શીશીનું મેં ખેલી નાખી તેને પેટમાં પધરાવવા માંડી તેને પ્રતાપે, તરત મિ. બોબ સેયર એ શીશી સાથે જ બહાર ધસી આવ્યા અને બોલ્યા, “અત્યાર સુધી કરેલી મૂર્ખાઈ બદલ હું દિલગીર છું, અને હું અત્યારે જ મિ. વિંકલ અને મિસિસ વિકલનું દીર્ધાયુષ્ય અને સુખ વાંછવા આ બોટલ પીવાનો પ્રસ્તાવ સૌ સમક્ષ રજૂ કરું છું.” એમ કહી તરત જ બેબે એ કાળી શીશી ઍલનના હાથમાં મૂકી દીધી. ઍલને તેમાંથી એક લાંબે ઘૂંટડો ખેંચે, અને એને અંતે એના મોં ઉપર દારૂડિયાને શૂન્ય હાસ્ય છવાઈ રહ્યું.
છેવટે સૌનાં મોં હસતાં થયાં, એટલે મિ. પિકવિક જણાવ્યું કે, “કાલે સવારે નવ વાગ્યે ઘડાઘાડી લઈને હું આવીશ. મારે મિત્ર વિકલના પિતાને મળવા અને મનાવવા જવાનું છે, તે વખતે સાથે મિ. બેન્જામિન ઍલન પણ હોય તો સારું.”