________________
૩૭૮
પિકવિક લઇ “પણ કેસ પત્યા પછી, તેમની ફીની રકમ બાબત તમે લેણુચિઠ્ઠી તેમને લખી આપી છે ને ?”
“એ તો તે લેકેએ જ કહ્યું હતું તેમ માત્ર દેખાડ પૂરતું જ લખી આપવાનું હતું.” મિસિસ બાલે ભારપૂર્વક જણાવ્યું.
હા, હા, લેણ-ચિઠ્ઠી તો ઉઘરાણી કરતી વખતે દેખાડ કરવા માટે જ હોય ને!” જેકસન મનમાં ગણગણ્યો.
મિસિસ બાલ પણ ધીમે ધીમે ઊંધે ચડી. પણ પછી ઘોડાગાડી થેભતાં તે જાગી ઊઠી અને પછી તો બધાં જ જાગી ઊઠયાં.
જે જગાએ તેમને ઉતારીને લઈ જવામાં આવ્યાં, તે કંઈ ડોડસન અને ફ્રેગની ઓફિસ ન હતી.
તરત જ મિસિસ બાડેલે ભીને કહ્યું, “આ કઈ જગા છે?”
“એ પણ જાહેર કચેરી જ છે,” જેકસને મિસિસ બાર્ડેલને અંદર લઈને બીજી બાઈએ પણ અંદર બરાબર આવે માટે પોતાના સાથીદારને સાવચેત કરતાં કહ્યું.
પછી તેઓને થોડાં પગથિયાં ઊતારી એક કમરામાં લઈ જવામાં આવ્યાં.
ત્યાં પહોંચ્યા પછી જેકસને કહ્યું કે, ડેડસન અને ફૉગ એવા ભલા માણસ છે કે, તેઓને પોતાની ફીની વસૂલાત માટે તમને સીધાં જેલ ભેગાં કરવાનો જ હક હોવા છતાં, તેઓએ તમારી લાગણીને વિચાર કરી તમને આ રીતે અહીં આપ્યાં છે. આ ફલીટ જેલ છે, દેવાળિયાઓને પૂરવા માટેની. તો આવો, મિસિસ બોડેલ! ગૂડ નાઈટ ટોમી !”
એમ કહી જેસન તેના સાથીદાર સાથે ચાલતો થયો. હવે ત્યાં ઊભેલે મટી ચાવીવાળો એક માણસ આવી, મિસિસ બાડેલ વગેરેને વધુ ડાં પગથિયાં ઉતારી એક બારણા તરફ ધકેલી ગયે. અંદર આંગણામાં મિ. પિકવિક હવા ખાવા ખુલ્લામાં ફરતા હતા. મિસિસ બાલે તેમને જોતાં જ ચીસ પાડી. મિ. પિકવિક તેને જોતાં