________________
મિસિસ બાર્ડેલ આફતમાં કહેવાશે ? આ કંગાલિયત અને વ્યભિચારના ધામમાં કઈ પુરુષને પણ મોકલવો એ પાપ ગણાય; તો હાથે કરીને એક સ્ત્રીને આ સ્થાનમાં ધકેલી આપવી એ તો કેવળ પશુતા અને જંગાલિયત જ ગણાય. હું આ બધું તમને તમારા કાયદાના સલાહકાર તરીકે નહીં, પણ એક સાચા મિત્ર તરીકે કહી રહ્યો છું. ડેડસન અને ફ્રેગના ખીસામાં એક પાઈ પણ ન જવા દેવાને આગ્રહ રાખવાને બદલે, ભલે આ થોડા પાઉંડ તેમના ખીસામાં જાય, તેનાથી તેઓ પોતાના આ કુટિલ માર્ગે આગળ ધપે જઈ છેવટે પોતાનો સર્વનાશ જરા જલદી વહેરશે, એટલાથી જ સતેવ માનેને! મારાથી આ બધી વાતો ગ્ય ભાષામાં નથી મૂકી શકાઈ પણ મેં મારા દિલની વાત તમારી આગળ રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. હવે તમારા જવાબની જ રાહ જોવાનું મારે માટે બાકી રહે છે.”
મિ. પિકવિક આ બધાને કંઈ જવાબ આપે, તેટલામાં તે બહાર કંઈ પગલાંને અને બોલચાલને અવાજ સંભળાયો. સેમે બહારથી બારણું થપથપાવ્યું અને કહ્યું, “સાહેબ, આપને કેાઈ બાઈ મળવા માગે છે.”
હું અત્યારે જરૂરી કામમાં છું, અને કોઈને મળી શકતો નથીમિપિકવિકે મિસિસ બાર્ડેલની કલ્પના કરીને જ કહી દીધું.
“સાહેબ, પણ તમે કોણ આવ્યું છે એ જાણ્યા પછી તમારે મત જરૂર બદલશો, એમ મને લાગે છે.”
કોણ છે?” પણ તમે તેમને મળવા કબૂલ થાઓ છો ખરા ?” “હા, હા, અંદર આવવા દે.”
તરત જ સેમે બારણું ખોલી નાખ્યું અને મિત્ર નેથેનિયલ વિકલ, ડિગ્લી ડેલ મુકામે ફરની ટોચવાળા બૂટ પહેરનારી સુંદર યુવતીને દોરતા, અંદર ધસી આવ્યા.
મિસ આરાબેલા ઍલન ?” મિ. પિકવિક ખુરશી ઉપરથી ઊભા થતા તેની સામું જોઈ, મીઠું હસીને બોલી ઊઠયા.