________________
પિકનિક ફ્લમ
“મને રાત-દિવસ તમે કેવી ભયંકર જગાએ આવી પડવા છે, તેના જ વિચારા આવ્યા કર્યાં છે. પણ હવે તમારે પેાતાને માટે તમે જે કદી ન કરત, તે અમારાં સુખ અને સહીસલામતી માટે કરવું જ પડશે. મારે આ દુનિયામાં મારા ભાઈ સિવાય ખીસ્તું કાઈ નથી, અને તેને તમે જ સમજાવી શકે! તેમ છે. બીજા કાર્યની વાત તે સાંભળે પણ નહિ, અને તેને કહેવાની બીજા ક્રાઈની હિંમત પણ ચાલે નહીં. એટલે તમે જો વચ્ચે નહીં પડેા, તા મારે તે એકના એક ભાઈ પણ ગયેા જ સમજવાના. મેં ભારે ઉતાવળ કરી છે, મેં ભારે ભૂલ કરી છે!” એટલું ખેલતાં ખેલતાં આરાખેલા એકદમ ધ્રૂસકે ધ્રૂસકે રડી જ પડી.
૩૮૬
મિ૰પિકવિક આરાખેલાનાં આંસુ જોઈ જરા ઢીલા થયા. બેન્જામિન ઍલન કેવા ઝનૂની માજીસ હતેા તેનેા તેમને અનુભવ હતા. અને મિ॰ વિકલ આરાખેલાનું કે પેાતાનું તેના હાથમાંથી રક્ષણુ કરી શકે એવી સ્થિતિ જ ન હતી. વિંકલ તે ઊલટા આરાખેલા કરતાં પણુ વધુ દીલપણુ દાખવે, એવી તેમને ખાતરી હતી.
(C
પણ એવામાં મિ૰ પર્કરે મિ॰ પિકવિકની હાલકડેાલક પરિસ્થિતિને લાભ લઈ, તરત ઉમેર્યું કે, “મિ॰ વિકલના પિતાને પણ તેમના પુત્રે લીધેલા આ પગલાની ખબર નહિ જ હોય. અને મિ॰ વિકલને તેમના પિતાના વારસાના જ આધાર છે. એટલે તેમનાથી પશુ આ બીના લાંખે વખત ગુપ્ત રાખવામાં આવે, તે તે આ બધું જાણ્યા પછી પેાતાના પુત્ર ઉપર ગુસ્સે થઈ શું પગલું ભરી બેસે તે કહેવાય નહિ. એટલે મિ પિકવિકે બ્રિસ્ટલ જઈ મિ॰ ઍલનને મળવું જેમ જરૂરી છે, તેમ બર્મિં ગ્વામ જઈ મિ॰ વિકલના પિતાને મળવું એથી પણુ વધારે આવશ્યક છે. કારણુ કે, હું તેા મિ॰ વિંકલને ના-વારસદાર ઠરાવેલા અત્યારથી જ મારી સગી આંખે જોઉં છું. આમ બંને પક્ષે મિ- પિકવિક જાતે વચ્ચે પડી બધી ઝીક ઝીલવા તૈયાર નહીં થાય, તે આ જુવાનડાંની માડી વલે એસી જવાની છે, એ નક્કી છે. ઉપરાંત મિ॰ વિકલના પિતાએ પેાતાના જુવાન પુત્રને ઘડાવા માટે જ મિ॰ પિકવિકની છત્રછાયામાં