________________
મિસિસ બાહેંલ આફતમાં
૩૮૭) સોંપ્યો છે. એટલે મિત્ર વિકસે લીધેલા પગલાની બધી જવાબદારી ખરી રીતે મિ. પિકવિકની જ ગણાય. તેમણે જ મોઢામોઢ વિકલના પિતાને મળીને કંઈક રસ્તો કાઢી આપવો જોઈએ.” મિ. પર્કર આ ઢબે હજુ વધુ કંઈક આગળ બેબે જાત, પરંતુ એ વખતે મિટ૫મન અને મિડગ્રાસ ત્યાં આવી ચડયા.
તેમણે પણ મિ. વિકલના પિતા વિષે એવી જ વાત કરી. મિ. પિકવિક ઉપર આમ એકીસાથે ચારે બાજુથી ઠોક પડવા માંડશે. છેવટે તે એકદમ ઊભા થઈ ગયા અને આરાબેલાને પોતાની છાતીએ વળગાડીને આલિંગન આપતાં બોલ્યા, “મીઠડી, કોણ જાણે પહેલવહેલી જ્યારથી તેને જોઈ છે, ત્યારથી હું તને મારી દીકરી જ ગણતો આવ્યો છું. એ વાત આજે જ તને મેએ કહું છું, પણ તારી વાત
જ્યારે જ્યારે આવે, ત્યારે હું બીજે કશો વિચાર જ કરી શકતો નથી. હવે હું જોઉં છું કે, તે હિંમતપૂર્વક લીધેલા પગલા બદલ મારે તને અભિનંદન આપવાની સાથે જ, તારું પછીનું લગ્નજીવન સુખી અને સહીસલામત નીવડે એ જોવાની મારી ફરજ છે, અને હું તે અદા કરીશ. બીજી કોઈ બાબત મને જેલ નહિ છોડવાના મારા નિશ્ચયમાંથી વિચલિત કરી ન શકત.” - સેમે તરત પોકાર કર્યો : “સિદ્ધાંતને જય! સિદ્ધાંતને જય!” અને બહાર જઈ તરત જ જોબ ફેંટરને તેણે પોતાના વકીલ મિત્ર પલની પાસે મોકલી દીધો, જેથી તેના પિતાના દેવાના દાવામાંથી તરત તેને મુક્તિ અપાવવાની કારવાઈ શરૂ કરી દે. મિ. પલ સાથે પહેલેથી એ જાતની શરત કરી રાખવામાં આવી હતી.
બીજું કામ સેમે એ કર્યું કે, જેલમાં છૂપી રીતે દારૂ વેચનારા પાસેથી પોતાની પાસેની બધી રેકડ રકમ ખરચીને પચીસ ગેલન દારૂ તેણે મંગાવરાવ્યો અને જેને પીવો હોય તે સૌને પિવરાવી દીધો.