________________
હા
મિસિસ બાડેલ આફતમાં “ત્રણ દિવસ,” આરાબેલાએ મિ. પિકવિક સામે શરમથી લાલચોળ થઈ જતાં કહ્યું.
માત્ર ત્રણ દિવસ જ? તો આ બધા ત્રણ મહિના તમે શું કર્યું ?”
ખરી વાત, મિત્ર વિકલ, તમે આટલા મહિના આળસુ થઈને બેસી કેમ રહ્યા, તેને જવાબ આપો. એ તો હું પરણેલો છું, નહિ તો તમારા જેવા આળસુના હાથમાં આવી ફૂટડી અને લાયક સ્ત્રીને જવા જ ન દેત,” એમ કહી, મિ. પર્કરે મિ. વિંકલની પાંસળીમાં ગેર માર્યો.
વાત એમ છે કે, હું બેલાને લાંબા વખત સુધી મારી સાથે ભાગી જવા મનાવી જ ન શકો. છેવટે જ્યારે મનાવી શકો, ત્યારે ભાગી જવાની તકની રાહ જોવી પડી. ઉપરાંત આ મેરી પોતાની નેકરીમાંથી મહિનાની નોટિસ આપ્યા વિના છૂટી થઈ શકે તેમ ન હતું અને તેની મદદ વિના તે કશું હાલી શકે નહીં, એટલે.”
મિ. પિકવિક રાજી થતા થતા વારાફરતી વિલ અને આરાબેલાના મેં સામું જોતા જોતા બોલ્યા, “પણ તારા ભાઈને ખબર પડી છે, મીઠડી ?”
“ના, ના, વહાલા મિ. પિકવિક, તેને તો આ સમાચાર તમારા મેં સિવાય બીજા કોઈને મોંએ કહેરાવવાની મારી હિંમત જ ચાલતી નથી. તે બહુ ક્રોધી તથા ઝનૂની માણસ છે તથા તેના મિત્ર મિ. સેયર તરફ એટલા બધા પક્ષપાતવાળે છે કે, તે શું કરી બેસે તે કહી શકાય નહિ,” આરાબેલાએ જવાબ આપે.
મિ પર હવે વચ્ચે ઝંપલાવ્યું, “ખરી વાત છે, મિ. પિકવિક, તમારે હવે આ જુવાનડાંનું કંઈક ગોઠવી આપવું પડશે. તેઓ જે પગલું ભરી બેઠાં છે, તેમાંથી હવે તેમને પાર પાડવાનું બીજા કોઈનું
ગજું નથી.”
“મારી મીઠડી, તું ભૂલી જાય છે કે, હું તે કેદી છું.” મિ. પિકવિકે આરાબેલાને જવાબ આપ્યો. પિ-૨૫