________________
પિકનિક ક્લબ ના” મિવિંકલ ઘૂંટણિયે પડીને બોલી ઊઠયા, “મિસ ઍલન નહીં. પણ મિસિસ વિકલ! તમારી માફી માગું છું, મારા પરમ મિત્ર અને શુભેચ્છક, મને ક્ષમા કરે.”
મિ. પિકવિક કશું માની શકય જ નહિ. એમની સાથે પાછી પેલી ફૂટડી કરડી મેરી પણ ઊભી હતી, જેણે પોતાના માલિકણના બગીચામાં મિ. પિકવિક તથા મિવિકલને તે રાતે દાખલ કર્યા હતા.
“મિ. પિકવિક, તમે મારી ધૃષ્ટતાને માફ કરશે ?” હવે આરાબેલાએ પિતાના રૂપેરી ટડી જેવા અવાજે કહ્યું.
મિ. પિકવિકે તરત પોતાનાં ચશ્માં ઉતારી નાખ્યાં અને તેના બંને હાથ પિતાના હાથમાં પકડી લઈ તેને અનેક વાર ચુંબન કર્યા, અને પછી તેને એક હાથ પિતાને હાથમાં જ રાખીને મિ. વિંકલને ધમકાવતા હોય તેમ ઊભા થઈ જવા કહ્યું.
મિ. પિકવિકે તરત તેમની પીઠ ઉપર ચાર પાંચ ધબા લગાવી દીધા અને પછી મિ૫ર્કરના હાથ સાથે જોરથી હસ્તધૂનન કર્યું. મિ પર્કર બધો પલટો ગ્ય સમયે આવતો જોઈ મને મન ઘણું રાજી થયા. તે રાજી થતા સૌની સાથે હાથ મિલાવવા લાગ્યા, અને છીંકણીના સડાકા ઉપર સડાકા ખેંચવા લાગ્યા.
વહાલી દીકરી, આ બધું શી રીતે બની ગયું, એ તું જ હવે મને કહી દે, આ હરામખેર વિકલ ઉપર તો મને જરાય વિશ્વાસ નથી,” મિપિકવિક પિતાની જ દીકરી હોય તેમ તેના ની સુંદરતા તરફ અભિમાનભરી નજરે જોતા અને તેને પોતાની પાસે જ બેસાડતા બોલ્યા.
આરાબેલાએ તરત સેમ તરફ નજર કરીને કહ્યું, “આ સેમની મહેનતને જ બધું આભારી છે. તેણે અને તેની આ મેરીએ મદદ ન કરી હોત, તો મારાથી કશું થઈ શકત નહિ.”
મિ. પિકવિકે હવે મેરીને પણ પોતાની પાસે બેસાડી લીધી. પછી આરાબેલને પૂછયું, “તમને લોકોને પર કેટલા દિવસ થયા ?”