________________
૩૮૧
મિસિસ બાહેંલ આફતમાં તે સવાલ એ છે, સાહેબ, કે એ બાઈ આ જેલખાનામાં રહે, એ યોગ્ય છે ખરું ?”
એ વસ્તુ મને શા માટે પૂછે છે ? એ તો ડૉડસન અને ફગના હાથની વાત છે.”
એ ડોડસન અને ફગના હાથની વાત હરગિજ નથી. તમે એ લોકેને બરાબર ઓળખે છે, મારા સાહેબ. એટલે એ વસ્તુ પૂરેપૂરી તમારા હાથની વાત છે; બીજા કોઈના હાથની વાત નથી.”
“મારા હાથની વાત છે ?”
“હા, તમારા હાથની; એ જલદી આ જગામાંથી છૂટે કે કાયમની અહીં રહે, એ તમારા જ હાથની વાત છે, મારા સાહેબ. તમે જ તેને આ નરકમાંથી છોડાવી શકે તેમ છે; તમે આ દાવાના ખર્ચના પૈસા ભરી દે કે તરત બધું પતી જાય. આકળા ન થાઓ, મારા સાહેબ, શાંતિથી સાંભળો.”
મિ. પિકવિકના મેં ઉપર જબરા ફેરફારો થવા લાગ્યા હતા અને તેમને ગુસ્સો ફાટી પડવાની તૈયારીમાં જ હતો. પણ પરે શાંતિથી, ધીમેથી, પિતાની દલીલ ચાલુ રાખી–
હું આજે સવારે જ એ બાઈને મળ્યો છું. તમે દાવાના ખર્ચની રકમ ભરી દે, તેની સાથે જ તેને પૂર્ણ છુટકાર થઈ જશે. તેણે આપ-મરછથી સ્વહસ્તે મને એવો પત્ર લખી આપ્યો છે કે, આ આ દાવો પહેલેથી માંડીને ડેડસન અને ફોગની સમજાવણી, અને ચઢવણીનું જ પરિણામ છે; અને તમને આ રીતે પજવણી અને નુકસાન પહોંચાડવા બદલ તે ખરેખર બહુ દિલગીર છે. તેના હાથનું આ લખાણ મળ્યાથી તમારે નુકસાનીની જે રકમ તેને ભરવાની છે તે હવે નહીં જ ભરવી પડે. તેણે મને રડતાં રડતાં આજીજી કરીને તેના વતી તમને આ બધું કહેવા જણાવ્યું છે.”
આમ કહી પકરે એક કાગળ પેલી થેકડીમાંથી કાર્યો અને કહ્યું, “આ કાગળ એક બાઈ આજે સવારના નવ વાગ્યે મારી