________________
મિસિસ આર્ડેલ આફતમાં
૩૭૯
જ ધૃણાથી પાછા કરી ગયા. પણુ સૅમ અને જૉબ ટ્રાટર ત્યાં ઊભા હતા, તે તરત આગળ આવ્યા. સૅમે મજાકમાં મિસિસ ખાલને સલામ કરવા ટાપ। ઊંચા કર્યાં અને પેલા પહેરેગીરને પૂછ્યું, આ ખાઈ શા માટે અહીં આવી છે? ”
re
**
“ ડૅડિસન અને ફ્રેંગે દાવાના ખર્ચ માટે લખાવી લીધેલી ચિઠ્ઠીની વસૂલાત ન થવાથી તેને જેલમાં પુરાવી છે. ’
""
સૅમે તરત જ જાઁખતે કહ્યું, આ તે કંઈક ફાયદાની વાત થઈ લાગે છે; તું જલદી જલદી પર્કરને ખેાલાવી લાવ, અને હું મારા ગવર્નરને જઈને વાત
કરું.
..
૧
રાતે તેા મિ॰ પર્કર આવી શકે તેમ ન હતું, એટલે ખીજે દિવસે સવારે જ મિ॰ પર્કર પેાતાના ગુમાસ્તા સાથે લીટ-જેલમાં આવી પહોંચ્યા. તેમને બધી ખબર મળી ગઈ હતી.
સૅમે તરત મિ॰ પર્કરને દાખલ કરવા મિ- પિકવિકના કમરાનું બારણું ઉધાડયું. મિ. પર્કરે સૅમ તરફ અર્થપૂર્ણ નજર નાખીને ઇશારાથી જણુાવી દીધું કે, તેં મને તેડવા મેાકયેા હતેા એ વાત હું મિ પિકવિકને કહેવાના નથી. તથા પછી તેને પાસે ખેલાવી તેના કાનમાં વિશેષ કંઈક કહ્યું.
“ સાચી વાત? ખરેખર ?' સમે અતિશય ચાંકીને પાછા ખસતાં કહ્યું.
પર્કરે જવાબમાં માથું ધુણાવ્યું તથા સ્મિત કર્યું. સૅમે હવે મિ॰ પિકવિક સામું જોયું, પછી છત સામું જોયું અને પાછું પર્કર સામું જોયું, પછી પેાતાનેા ટાપેા શેતરંજી ઉપરથી ઉપાડી વધુ ખુલાસા વિના બહાર ચાલતી પકડી.
''
મિ॰ પિકવિક્રે નવાઈ પામી, પર્કર સામું જોઈને પૂછ્યું, “ શી વાત છે?”