________________
પિકવિક છલાળા કંઈ નહીં, કંઈ નહીં, પણ મારા સાહેબ, જરા ખુરશી ટેબલ પાસે ખેંચીને બેસી જાઓ જોઉં, મારે ઘણું ઘણું વાત તમને કહેવાની છે.”
આ શાનાં કાગળિયાં છે?” મિ. પિકવિકે પકરને કાગળની નાની થેકડી કાઢતા જોઈને પૂછ્યું.
“ “બાલ અને પિકવિક'ના દાવાના કાગળો છે,” પકરે દાંતથી ઉપરની દેરી તેડતાં કહ્યું.
મિ. પિકવિક એ સાંભળી તરત જ ખુરશીની પીઠ ઉપર અઢેલીને અદબવાળી બેસી ગયા. જાણે એ બાબત સાથે તેમને કશી નિસબત ન હોય.
“તમે એ દાવાનું નામ પણ સાંભળવા રાજી નથી, કેમ?” “ના, હરગિજ નહિ.” .
“તો તે ખરેખર હું દિલગીર છું, પરંતુ મારે એ અંગે જ વાત કરવાની છે.”
પણ પર્કર, એ બાબત વિષે મારી આગળ કશી વાત તમારે કદી કાઢવી નહિ, એવી મારી ભલામણ છે.”
“જાઓ, જાઓ, મારા સાહેબ, એ બાબત વિષે પણ વાત તો કાઢવી જ પડે; અને એ માટે તો હું ખાસ આવ્યો છું.”
“તમારી જૂની જ વાત હશે; પણ હું એ બાબતમાં અડગ છું, એ જાણી લે.”
“ના, ના, સાહેબ, આ જરા જુદી વાત છે; જરા સાંભળો તો ખરા. મિસિસ બાર્ડેલ કે જે આ દાવાનાં ફરિયાદી હતાં, તે હવે આ જેલખાનામાં પધાર્યા છે.”
મેં હમણાં જ તેમને જોયાં.” “તો તે શા માટે આવ્યાં છે, એ પણ જાણતા હશો ?” “સેમે મને તે અંગે હમણું જ કંઈકે કહ્યું.”