________________
મિસિસ ડેલ આફતમાં ઘેડાગાડી બહાર ઊભી રખાવી છે. મુલતવી રખાય તેમ નથી; મિત્ર ડડસને મને ખાસ કહ્યું છે, અને ફગે પણ.”
“કેવું વિચિત્ર ?” મિસિસ બાડેલે કહ્યું.
બધી પડેશણાએ જણાવ્યું કે, ખરેખર આ વાત તો વિચિત્ર જ કહેવી પડે; પરંતુ કશુંક અગત્યનું ન હોત તો ડેડસન અને ફગે આમ તેડું મોકલ્યું જ ન હોત; અને અગત્યનું જ કામ હોય તો મિસિસ બાડેલે તરત જ જવું જોઈએ, વળી !
પિતાના વકીલે આમ ભયંકર ઉતાવળ કરી પિતાને તેડાવે એ જાતની પોતાની અગત્ય વિષે સૌ પડોશણો સમક્ષ મિસિસ બાડેલ ગર્વ અનુભવવા લાગ્યાં. સૌ બાઈએાએ મિત્ર જેસન ઉતાવળ કરતા હોવા છતાં તેમને કંઈક પીવા આગ્રહ કર્યો. મિ. જેકસને કહ્યું, “મારે ઉતાવળ છે; તેમ જ મારી સાથે બીજો એક મિત્ર ગાડીમાં આવેલ છે.”
“તો તેને પણ બેલા,” સૌએ આગ્રહ કર્યો. “પણ બાનુઓ સમક્ષ આવતાં તે જરા શરમાય છે.” જેકસને
“તો પછી તેને ગાડીમાં જ કંઈક મોકલીશું.”
પીણાનું પત્યા પછી જેસને ઉતાવળ કરાવી એટલે પછી મિસિસ સેન્ડર્સ, મિસિસ ક્લપિન્સ અને મિસિસ બાર્ડેલને સપૂત ટમી, એટલાં સાથે મિસિસ બાર્ડેલ ગાડીમાં બેસી ગઈ
ગાડીમાં બેઠા પછી મિસિસ સેન્ડર્સ વગેરે કાએ ચડવાં એટલે જેકસને મિસિસ બાડેલને જણાવ્યું કે, “અમારા લોકોની ફીના પૈસાની કંઈક વાત છે.”
“હા; ખરેખર મિપિકવિકે નુકસાની ન ભરી, એટલે તમારા લેકની ફીના પૈસા મળ્યા નથી; અને તે બદલ હું પણું દિલગીર છું. પરંતુ તમે લોકોએ નુકસાની મળે ત્યારે તેમાંથી જ ફી લેવાનું પહેલેથી કબૂલ કરેલું છે ને?”