________________
સૅમ નવાઈભયું` દૃશ્ય જુએ છે
૩૫
“ મેલ્યા વિના મારી પાછળ પાછળ આવ, નહીં તે। તારી ખેર નથી.” એમ કહી સૅમ તેને પાન-ગૃહ તરફ દેરી ગયા. અને ત્યાં લઈ જઈ તેને એક ગરમાગરમ પીણાના પ્યાલા ભરાવી એક શ્વાસે પિવરાવી દીધા અને કહ્યું, જો એક ટીપું પણ રહેવા દીધું છે તે આવી બન્યું; ખાલી કરીને ઊંધા કરી ખતાવ.
''
""
જૉએ બિચારાએ આખા પ્યાલા ખાલી કરી, ઊંધા નમાવી તાન્યેા. અંદરથી એક ટીપું પણ પડયું નહિ.
જૅબના મેાં ઉપર ઘેાડીક તૃપ્તિની આભા જોઈ સૅમ પ્રસન્ન થયેા. પછી તેને કંઈક ખાવાના વિચાર છે કે નહિ તે પૂછ્યું. “.ભલું થજો, તમારા ગવર્નરનું કે, અમને હવે ખાવાનું તે મળી રહે છે,” જો આંખમાં પાણી સાથે કહ્યું; “ તે પહેલાં તેા કેટલે દિવસે મેાં હલાવવા પામતા તે હું જાણું છું.
""
“હૈં, મારા માલિક તમને લેાકેાને ખાવાનું પૂરું પાડે છે ?”
""
હા સાહેબ; તેથી પણ વધારે; મારા માલિકની તબિયત બહુ બગડી ગઈ હતી, એટલે હવે પૈસા ખર્ચી, તેમણે કંઈક રહેવાય સુવાય તેવી એરડી પણુ મેળવી આપી છે. એટલું જ નહિ, કાઈ જાણે નહિ તેમ રાતે તે તેમને જોવા અને ખબર કાઢવા પણ આવે છે. મને તે તેમના પગની ધૂળ માથે ચડાવવાનું મન થઈ જાય છે. એવા માણુસની સેવા-ચાકરી કરતાં જાન જાય તે પણ એછે આછે. ”
tr
સૅમે તરત જ જૉબને જોરથી પકડીને ખૂબ હલાવ્યા અને કહ્યું, અલ્યા એય, મારા માલિકની સેવા-ચાકરી કરવાની વાત હું જીવતા છું ત્યાં લગી રહેવા દે. મારા સિવાય મારા માલિકના નાકર કાઈ નહિ થઈ શકે, સમજ્ગ્યા ? પણુ તે એ સારા વિચાર દર્શાવ્યા તે બદલ તને એક ગુપ્ત વાત હું કહી દઉં છું; અને તે એ કે, મારા માલિક જેવા ચશ્માં પહેરેલા અને ટાઈટ અને ગેઇટર પહેરનારા બીજો દેવદૂત આ પૃથ્વી ઉપર મને કાઈ બતાવે, તેા તેની સાથે લડી લેવા હું તૈયાર છું.
""