________________
૭૪
પિકવિ કલબ જિંગલથી જરાય ઉતાવળે ડગ ભરી શકાતું નહોતું તથા તે લથડિયાં ખાતો હતો. મિ. પિકવિકે તેને પોતાના હાથને ટેકે લઈ ચાલવા કહ્યું, પણ જિંગલથી તે હિંમત થઈ શકી જ નહિ. તેણે પિતાના આશ્રયદાતાના શરીર તરફ એવી બેઅદબી દાખવવા ઘસીને ના પાડી. મિ. પિકવિકે તરત તેને હાથ પિતાની બગલમાં જોરથી ખેંચીને દબાવી લીધો અને આગળ વધવા માંડયું.
સેમ જોબના મોં તરફ તથા જિંગલના મોં તરફ આભો બની જોઈ રહ્યો. જોબ તેની નવાઈ જઈને ધીમેથી ગણગ, “મારે વિષે શંકા ન રાખશે, હું હવે બદલાઈ ગયો છું.”
હા, હા; જેમ કાઉનનું પરચૂરણ માગનારા સદગૃહસ્થને બે શંકા પડતા શિલિંગ અને છ પેન્સ મળ્યા ત્યારે તેણે કહ્યું હતું તેમ, આ ફેરબદલે સારે થયો લાગતો નથી.”
ના, ના, મિ. વેલર, હવે આ બધું સાચા દિલનું છે. આંસુ તો ખેટાં લાવી શકાય, પરંતુ આ બધું ખોટેખોટું લાવી શકાય ખરું?” -એમ કહી તેણે બાંયો ચડાવીને પિતાને સોટી જે પાતળે થઈ ગયેલે હાથ બતાવ્યું. તેના ઉપર સ્નાયુનું એટલું ઓછું પડ રહેલું હતું તથા તે એવો બરડ થઈ ગયેલો લાગતો હતો કે, જાણે સહેજ અડકતાંય ભાગી જશે.
સેમને એ બદમાશ તરફ પહેલી જ વાર સાચી દયા આવી. ', “આ શું કરી નાખ્યું?”
કશું નહિ. કેટલાય વખતથી કશું જ કર્યું નથી, અને ઓછામાં ઓછું ખાધું પીધું છે, એટલું જ.”
સેમ તેના મેં સામું જોઈ રહી તરત તેને હાથ ખેંચી તેને ઘસડતો દોડવા લાગ્યો.
બચારે નવાઈ પામી પૂછવા લાગ્યો, “મને કયાં લઈ જાઓ છો? મને શું કરવા માગે છે, મિ. વેલર? દયા લાવો, મહેરબાની કરે, હવે પહેલાંની વાત યાદ ન રાખે !”