________________
પિકનિક ક્લબ
“ ડાસા, સમજાય તેવું તેા ખેલા; તમને પણ ધર્માંપદેશકની જેમ જ્ઞાન-પ્રકાશ લાગ્યેા હોય તેમ પેાતાની જાતને જ સંભળાવવા શું લવ્યા કરેા છે?'
૩૨
“ બેટા સેમી, મેં અને મારા એક ભાઈબંધ પિયાનર બનાવનારાએ એક યુક્તિ વિચારી કાઢી છેઃ તારા ગવંડર એક પિયાનર ભાડે મંગાવે, અને તેય મારા ભાઈબંધની દુકાનેથી. તેની અંદરની બધી મશીનરી કાઢી નાખેલી હશે. પછી તારા ગવંડર એ પિયાનામાં બૂટ-હૅટ સમેત ખેસી જાય, એટલે તું પછી એ પિયાનર ખરાબ છે, વાગતા નથી એમ કહીને પાછા મેાકલી દેજે, પછી તેમને માટે અમેરિકરના પૅસેજ કઢાવી રાખીશું એટલે તરત તે અમેરિકર ભેગા થઈ જશે, અને એવા પૈસાપાત્ર માણસને અમેરિકર સરકાર પાછા નહિ જ કાઢી મૂકે. પછી જ્યારે મિસિસ ખાૐલ મરી જાય કે મિ॰ ડૉડસન અને ફૅગતે ફાંસીએ ચડાવવામાં આવે ( અને મને ખાતરી છે કે, એ બદમાશે। થેાડા દિવસમાં ફ્રાંસીએ ચડવાના જ છે) ત્યારે નિરાંતે તારા ગવંડર અમેરિકરથી પાછા આવે અને અમેરિકરના અનુભવે વિષે એક મજાની ચાપડી લખી નાખે, તે ત્યાં જવા-આવવાનું ખરચ પશુ મળી રહેશે. ખેલ, આ યેાજના કેવી રવાલબંધ છે ? ” આટલું કહી ડેાસે તરત ત્યાંથી ચાલતા થયેા.