________________
૭૦.
પિકનિક કલબ માનવબંધુઓ પ્રત્યે દાખવવી એ કેવળ ઈશ્વરી શાપને પાત્ર થવા બરાબર છે.”
એટલું કહી તેઓશ્રીએ પોતાની છત્રી પિતાની છાતી ઉપર એવા જોરથી પછાડી કે, તેમને ગુસ્સો અને ઘણું તદ્દન સાચાં હતાં એ સમજાઈ ગયા વિના ન રહ્યું.
છેવટે થોડા પાણી સાથે, ગરમ મસાલા અને ખાંડવાળા પાર્ટવાઈને મળશે તો ચાલશે, એવું નિરાકરણ આવતાં, તે તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો.
દરમ્યાન ડોસા વેલરે સેમ પ્રત્યે જઈને કહ્યું, “બેટા સેમી, આ મુલાકાતથી અને આ વાતચીતથી તને ઘણું ઘણું ફાયદા થશે અને આનંદ થશે, એ વધારામાં.”
સેમે ડોસાને ચૂપ રહેવા છાંછિયું કર્યું. પણ ડોસાએ મિ સ્ટિમિન્સની પાછળ, તેમના માથાને મુક્કો મારી મારી ચૂર કરતા હોય તેવી ચેષ્ટાઓ કાઈ ન જુએ તેમ કરી લીધી, ત્યારે જ તેમને કંઈક શાંતિ થઈ
પેલું ગરમાગરમ પ્રવાહી આવ્યા પછી, મિ. સ્ટિગિસે પ્રથમ તેને ચાખી જોયું, પછી જીભ હોઠ ઉપર ફેરવી એ પ્રવાહી માટે સંતેષ જાહેર કર્યો અને પછી એક શ્વાસે આ પ્યાલો ખાલી કરી ફરી ભરી આપવા માટે આગળ ધર્યો.
મિસિસ વેલર પણ એ બાબતમાં પાછળ ન રહ્યાં. શરૂઆત તો તેમણે એમ કહીને કરી કે, તે પોતે તે એવી ચીજોના એક ટીપાને પણ અડકતાં નથી. પણ પછી એક ટીપું, એક ઘૂંટડો, એક ગ્લાસ, બે ગ્લાસ એમ કામ આગળ ચલાવ્યું.
જ્યારે પી પીને મિ. સ્ટિગિન્સ થોડા “પીધેલ” બન્યા, ત્યારે તેમણે ઊભા થઈ આંખ ઉઘાડ-વાસ કરતાં કરતાં તેમને માટે ગમે તે દિશામાં ફરતાં ફરતાં ઉપદેશ આપવા માંડયો,–જાણે ચારે તરફ શ્રોતાજો વીંટળાઈને બેઠા હોય. તેમણે સેમને આ નરકમાં પડયા પછી