________________
સંમને ધર્મોપદેશ
૩૬૯ “રુદિયામાં જ, જુવાનડા, રુદિયામાં જ બધી તકલીફ ભેગી થઈ ગઈ છે,” સ્ટિગિસે ગળામાંથી અવાજ બહાર કાઢો.
સહાનુભૂતિમાં મિસિસ વેલરે પણ ડૂસકાં ભરતાં ભરતાં જણાવ્યું, “એ પુરુષ તો સંત છે, દુનિયાના લોકોનાં પાપ જોઈ તેમનું હૃદય આગથી સળગી ઊઠે છે.”
“મા, મને તો આ મહાપુરુષ અહીંનું બધું દુઃખ અને પાપ જોઈને તરસ્યા થઈ ગયા લાગે છે.”
એ ભલી બાઈએ જવાબ માટે મિ. સ્ટિગિન્સ તરફ જોયું. પણ સ્ટિગિસે આંખો ચકળવકળ કરતાં કરતાં, પોતાના ગળાને જમણું હાથે દાખ્યું અને કંઈક ગળતા હોય એવી ચેષ્ટા કરી, એટલે સેમ સમજી ગયો કે, તેઓશ્રી તરસ્યા થયા જ છે.
મિસિસ વેલરે હવે દિલગીરી પૂર્વક જણાવ્યું કે, તેમની લાગણીવાતાનું એ પરિણામ છે.
તમારે માનીતો ખ્યાલ કયો છે?સેમે પૂછયું. “બધા પ્યાલા કેવળ મેહ છે.”
મિસિસ વેલરે એ મહા સત્યના ટેકામાં સંમતિદર્શક માથું હલાવ્યું.
હા, સાહેબ, પણ એ બધા મેહમાંથી તમારો ખાસ મેહ શું છે ?
“મને તો એ બધા જ પ્રત્યે તિરસ્કાર જ છે; પરંતુ જે કોઈ એક પ્રત્યે ઓછો તિરસ્કાર હોય તો તે “રમ” કહેવાતા પ્રવાહી પ્રત્યે. આંબલર દીઠ ખાંડનાં ત્રણ ઢેફાં બસ થશે.”
પણ એ ચીજ આ સંસ્થામાં વેચવા દેવામાં આવતી નથી, એટલે જ વાંધો છે.” સેમે જણાવ્યું.
લ્યાનત હશે, આ પાપી-કઠેર સ્થાન ઉપર ! અરેરે, આ પામર મનુષ્યની હૃદયહીનતા તે જુઓ આવી અમાનવતા પિતાના પિ-૨૪