________________
૩૬૮
પિકવિક ક્લબ જુવાનિયા, તું જેલ-નિવાસથી જરાય નરમ પડશે લાગતો નથી,” સ્ટિગિન્સે કહ્યું.
“માફ કરજે, સાહેબ, આપે હમણાં મહેરબાની કરીને શું સંભળાવ્યું?”
“મને ડર છે કે, આ સજા મળવાથી તું જરાય નરમ પડશે નથી.”
હું સ્વભાવે નરમ નથી, એ તમે દર્શાવેલા અભિપ્રાયથી હું તમારે બહુ આભારી છું, સાહેબ.”
આ ઘડીએ દૂર ખૂણામાં બેઠેલા વેલર ડોસાના પેટમાંથી ખડખડાટ હસવાનો અવાજ દબાવી રાખ્યો હોય એવો અવાજ આવતો સંભળાયો.
તરત મિસિસ વેલર તાડકી ઊઠયાં, “વેલર, વેલર ! અહીં આવો જોઉં.”
બહુ આભાર, મીઠડી; પણ હું અહીં જ બહુ સગવડમાં છું.” એ જવાબથી તરત જ મિસિસ વેલર ફૂટી ફૂટીને રડવા લાગી.
શું થયું? શું થયું, મમ?” સેમે પૂછયું.
“ઓ સેમ્યુએલ, તારા બાપુથી હવે હું ત્રાસી ગઈ છું. કશાથી એ નહિ સુધરે ?”
એ ડોસા, લેડી પૂછે છે કે તમે કશાથી જરા પણ સુધરવાના છે કે નહીં ?”
મિસિસ વેલરની વિનયભરી પૂછપરછ માટે આભારી છું, સેમી. તું મને અહીં ચુંગી ભરાવી આપે, તો મને ઘણો ફાયદો થાય ખરો. અહીં એવી સગવડ મળી શકશે ?”
મિસિસ વેલરે વધુ આંસુ રેલાવ્યાં અને મિત્ર સ્ટિમિન્સ ગળામાંથી રૂંધામણુને અવાજ કાઢવા માંડશે.
અરે આ કમનસીબ સદગૃહસ્થ પાછા બીમાર થઈ ગયા કે શું? તમને કાં તકલીફ છે, સાહેબ ?”