________________
४४
સૈમને ધર્મોપદેશ સેમ એક વખત જરા આરામથી, હાથમાં પ્રવાહી ભરેલ પ્યાલ રાખી તેમાંથી ટેસથી પીત, જૂનું છાપું હાથમાં ફેરવતો બેઠો હતો, તેવામાં તેને બહારના મુલાકાતીનું તેડું આવ્યું.
તેના પિતાશ્રી જ તેને મળવા આવ્યા હતા. સેમને જોઈ તે આંખે મિચકારી હસવા લાગ્યા, અને હસવાનો અવાજ મેંમાં ને પેટમાં જ ભરી રાખવા જતાં શરીરે અનેક જગાએથી ફાટી પડવાની સ્થિતિએ જઈ પહોંચ્યા.
સેમે તરત તેમને પૂછયું, “અરે બુદ્દે, અહીં આવીને આમ ફાટી પડવાની શી જરૂર છે, વારુ?”
સેમી, દીકરા, બેલ જોઉં, અહીં મારી સાથે કોણ આવ્યું
હશે ?”
“વકીલ પેલ?” ' ડોસા વેલરે ડોકું હલાવ્યું. પછી મહાપરાણે થંભીને તે બોલ્યા,
તારી નવી માં આવી છે, અને પેલે લાલ નાકવાળો પાદરી ! તને શિખામણ આપવા આવ્યાં છે !” એટલું કહી આ વખતે તે તે હોહો-હો કરતા હસી જ પડયા. પણ પછી ધીમેથી સેમના કાન પાસે મેં લઈ જઈને બેલ્યા, “જે પૈસા ધીરનારનું નામ તે લેકે આગળ બેલી ન બેસતો.”
તેઓ ક્યાં બેઠાં છે?”
“અરે વાહ, આરામ-ઘરમાં; એ લાલ નાકવાળે જ્યાં દારૂ ન હેય, ત્યાં હોય જ નહિ. આજે આપણું કાબરચીતરાને ડમણી-ગાડીમાં
૩૬૬