________________
પિકવિક કલબ મિ. પિકવિકે હવે સીધું મિવિકલને જ પૂછયું. પણ તેમણે એટલો જ જવાબ આપ્યો, “હું ખાતરીથી કહું છું કે, કંઈ જ નથી. માત્ર મારે થોડા વખત માટે અંગત કામસર શહેર છોડી બહારગામ જવું પડે તેવું છે; અને હું તેમને મારી સાથે લઈ જવા માગતો હતો, એટલું જ.”
સેમના હાથ તે વખતે અચાનક ધ્રૂજી ઊઠયા. મિ. પિકવિકે તે જોઈ સેમને તે કંઈ જાણતો હોય તો કહી દેવા જણાવ્યું. પણ તેણે કહ્યું જાણતો હોવાની ખાતરીપૂર્વક ના પાડી. તેણે માત્ર એટલું જ કહ્યું કે, “હું કંઈક કલ્પના કરી શકું છું. પણ બીજાની બાબતમાં એવી ખોટી બેટી કલ્પનાઓ કરવાને અને કહી બતાવવાને મારે ધરમ નથી.”
મિ. પિકવિકે એ બાબતની ચોળાચોળ હવે બંધ કરાવી, અને મિત્રોને સત્કારમાં ખાવા-પીવાનું મંગાવ્યું.
છેવટે જ્યારે સૌ ઊડીને જવા તૈયાર થયા, ત્યારે મિવિલે અચાનક પાછા ફરીને મિ. પિકવિકનો હાથ પકડીને કહ્યું, “મારા મિત્ર, મારા હિતેચ્છું, મારા માનવંત સાથી, મારા વિષે કંઈક ભૂંડી વાત સાંભળો તે મારે વિષે કશે ઉતાવળો નિર્ણય ન બાંધી લેતા. પરંતુ એટલું જ જાણ રાખજો કે, છેક છેવટની હદે પહોંચ્યો હઈશ ત્યારે જ ”
પણ શું છે? ભાઈ શું છે? મને કહે તો ખરા,” મિત્ર પિકવિકે પૂછયું.
કંઈ નથી, કંઈ જ નથી; ઠીક ત્યારે આવજે,” એમ કહી મિ. વિકલ, મિ. ટામને ઉતાવળ કરવા બહારથી પાડેલી બૂમના જવાબમાં વિદાય થયા.
તરત સેમે બારણું બહાર નીકળી મિઠ વિકલના કાનમાં કંઈક ગુસપુસ કરી લીધી.
ખાતરી રાખજે, સ્ત, મારા ઉપર વિશ્વાસ રાખજે.” મિત્ર વિકલે જવાબમાં જરા મોટેથી કહ્યું.
“તમે ભૂલી તો નહિ જાઓને?”