________________
૩૫૭
સમ મુશ્કેલીમાં આવી પડે છે “તે પણ બહુ નબળો પડી ગયો છે?”
હા, હા, તદ્દન ફીકેફચ. માત્ર તેના નાકનું ટેરવું વધારે ને વધારે લાલ થતું જાય છે. તે ખાય છે બહુ થોડું, પણ ઢીંચે છે ભારે !”
સેમે હવે ડોસાને તેની વાતોને ગડગડાટ બંધ કરી પિતાની એકબે વાતો એકદમ સાંભળી લેવાનું સૂચવતાં કહ્યું, “મારા ગવર્નર હવે મને તેમની પાસે રહેવા દેવા માગતા નથી.”
“હું તારા વગર એકલા શું કરશે ? જેલના લોકો તો તેમને જીવતા ને જીવતા ફેલી ખાશે. એમ કદી ન બનવું જોઈએ.”
“પણ કહું છું કે, એમ ન જ બનવું જોઈએ. પણ તેથી શું વળ્યું ? તમને કશો રસ્તો સૂઝે છે?”
જો તે પોતે તને ત્યાં રહેવા ન દે તો તું ત્યાં ન જ રહી શકે, સેમી. જેલ એ કંઈ ધરી રાજમાર્ગ નથી, કે જેથી ગમે તે માણસ ફાવે ત્યારે ત્યાં હંકારી જઈ શકે,” વેલર ડોસાએ કહ્યું. અને પછી થોડો વિચાર કરી લઈને ઉમેર્યું, “જે તેમને પથારીના વીંટામાં વીંટી લઈને, પહેરાવાળા જુએ નહિ તેમ, બહાર કાઢી લાવીએ તો ? તારે કહેવું કે એ તારી પથારી છે, ભૂલથી તારા ગવર્નર સાથે આવી ગઈ છે. અથવા તારે એક ડોસીનાં કપડાં બગલમાં ઘાલીને લઈ જવા અને પછી તેમને બુરખા સાથે પહેરાવી, તારી સાથે પાછી બહાર કાઢી લાવવા.”
ડેસા, તમારું ભેજું પણ પેલા પાદરીની પેઠે પી– પીને ચસકયું લાગે છે. જે માણસ સિદ્ધાંત ખાતર જ અંદર ગયો છે, તે એમ ધખે દઈને નીકળી આવવા કબૂલ થાય ખરે? તેના કરતાં મને એક રસ્તો સૂઝે છે; બેલે કબૂલ છે?”
“હા, હા, દીકરા, બોલી નાખ.”
તે તમે મને પચીસ પાઉંડ એકદમ ઊછીના આપી દો જોઉં.” “તેથી શું થાય?”