________________
૪૩ મિ. વિકલ જાન ઉપર આવી જાય છે
મિ. પિકવિક સેમની વફાદારી જોઈ આભા બની ગયા. તેમનામાં હવે સેમને ધમકાવવાની કે સમજાવવાની હિંમત જ ન રહી. અલબત્ત, તેને આ રીતે દેવાળિયાની જેલમાં પુરાવનાર માણસનું નામ તે વારંવાર પૂછતા રહેતા; પણ સેમ એ નામ આપતો જ નહીં. તે કહેતો, “એનું નામ જાણવાથી કશે ફાયદો નથી, સાહેબ, એના જેવો ઝેરીલે, અદેખો, ખરાબ સ્વભાવને, પૈસા માટે મરી જાય છે, અને પથ્થર જેવા હૃદયનો બીજો માણસ જ જન્મે નથી. તેના જેવાના હૃદયને પલાળવું અશકય છે–પેલા મરવા પડેલા સદગૃહસ્થ પિતાની મિલકતમાંથી દેવળ બંધાવવાને બદલે તે મિલકત પિતાની પાછળ પોતાની પત્નીને જ આપતા જવાનું વિચાર્યું, ત્યારે તેને સમજાવવા આવેલા ધર્મગુરુ પાદરીએ કહ્યું હતું તેમ.”
પણ સેમ, એ રકમ ગમે તેટલી હોય તો પણ ઝટ તેને ચૂકતે કરી દઈએ, અને તું બહાર આવ-જા કરી શકે તેવો સ્વતંત્ર માણસ હોય, તો મને કેટલે બધે ઉપયોગી થઈ શકે, એ તે વિચારી જે.”
પણ સાહેબ, એ નઠેર, કઠેર, દુશ્મન પાસે મહેરબાની માગવા જવાનું હું ઊંઘમાં પણ ઈચ્છું નહીં.”
પણ એને પૈસા પાછા આપવા એમાં એની મહેરબાની ભાગવાપણું ક્યાં છે? ઊલટું એ તે એના ઉપર મહેરબાની કરવા જેવું છે.”