________________
મિ. વિંકલ જાન ઉપર આવી જાય છે ૩૧ “પણ એ માણસ પૈસા પાછા આપવા જેવો લાયક માણસ જ નથી, સાહેબ. એને પૈસા પાછા આપવા એ પૈસા ઊંડા પાણીમાં ફેંકી દેવા બરાબર છે.” ' મિપિકવિક હવે અકળાયા. સેમે તે જોઈ, વાત બદલવા માટે કહ્યું, “સાહેબ, મારે એ નિશ્ચય અડગ સિદ્ધાંતને ખાતર છે. ઉપરાંત, સિદ્ધાંતની વાત ઉપરથી મને એક માણસનો દાખલો યાદ આવે છે.”
કયા માણસને એ દાખલ છે, વારુ, ” મિ. પિકવિક કેાઈ દાખલો સાંભળવાની વાત આવતાં ઉત્સાહમાં આવી જઈ બેલી ઊઠ૫.
“સાહેબ, એ માણસ ભારે સિદ્ધાંતવાદી હતો; તે પિતાના સિદ્ધાંત ખાતર પૈસા બચાવ્યા કરતો; પિતાના સિદ્ધાંત ખાતર તે કોઈ બીજા સાથે ભળતો-હળતો નહીં, – રખેને તેઓ તેની પાસે પૈસા ઊછીના માગી બેસે. પોતાના સિદ્ધાંત ખાતર પખવાડિયે એક જ વાર તે હજામત કરાવતો; અને વરસમાં ત્રણ સૂટ કપડાં જ કંટ્રાટથી ખરીદતવરસને અંતે જૂનાં પાછાં લેવાની શરતે. તે દરરોજ એક જ જગાએ એક જ ભાવે નિયમિત ખાવા જતો, અને આખામાંથી અમુક સારે ભાગ જ ખાવામાં લેતો. છાપાં આવે તો હોટેલના બીજા ઘરાકે અંદર રાહ જોઈને બેસી રહે, અને તે તો બહાર દોડી જઈ છાપાવાળા પાસેથી છાપું પહેલું જ હાથમાં લઈ લેતો અને પછી એટલું બધું વાંચ્યા કરતો કે, બીજા ઘરાકો ત્રાસી જાય. જમણુ પછી ત્રણ કલાક તે ત્યાં જ બેસી રહેતો અને તે દરમ્યાન ઊંઘ સિવાય બીજું કશું જ લેતો નહિ. પછી તે ત્યાંથી નીકળી થોડે દૂર આવેલા કેફી-હાઉસમાં પહોંચી જતો અને ત્યાં નાનો કૉફીને પ્યાલે અને ચાર “કંપેટ” (કેક) ખાઈ લેતો. ત્યાંથી સીધો તે પિતાને ઘેર પગે ચાલતા જઈને સૂઈ જતો. એ એને સિદ્ધાંત મુજબનો રોજનો વ્યવહાર હતો.
એક રાતે તે બહુ માંદો પડશે. ડાકટર આવ્યો. તેણે પૂછયું, “શું ખાધું હતું ?” “કંપેટ.” “બસ એ જ કારણ છે; હું ગાળીઓ મોકલું છું; હવેથી કદી ન ખાશો.” “ગોળીઓ કદી ન પાઉં ને ?”