________________
સેમ મુશ્કેલીમાં આવી પડે છે. ૩૫૯ સેમે તરત અંદર જઈ હેટ ઉતારી સલામ કરી. મિ. પિકવિક તેને જોઈ કહેવા લાગ્યા, “સેમ, તું ઉતાવળે ચાલ્યો ગયો, પણ મારે ઈરાદો તારી લાગણી દુઃખવવાને ન હતો; એટલે મારે જે કહેવું હતું તે હું તને વિગતે ફરી સમજાવવા માગું છું; જરા ધીમે પડીને સાંભળ તો ખરે.”
પણ હુવે બધું નકામું છે, સાહેબ.” કેમ હવે શું નકામું છે, વારુ?”
“હમણાં મારી પથારીની વ્યવસ્થા જલદી કરી લેવાની ઉતાવળમાં છું, સાહેબ.”
તારી પથારીન? અહીં જેલમાં?” મિ. પિકવિકે ડઘાઈને પૂછયું.
હા, સાહેબનું કારણ એટલું જ કે, હું પણ કેદી છું; આજે પાછલા પહોરે, દેવાને કારણે મને પકડીને અહીં ધકેલી દેવામાં આવ્યો છે.”
દેવાને માટે પકડવામાં આવ્યો છે?” મિ. પિકવિકે નવાઈ પામી પૂછ્યું; “કેટલુંક દેવું હતું ?”
સાહેબ, એ પંચાતમાં પડવા જેવું નથી; કારણ કે, જેણે મને જેલમાં પુરાવ્યો છે, એ એવો ખૂની ખબ્રસ છે કે મને જેલમાં પુરાવ્યા વિના તેને શાંતિ થાય એમ જ નથી. એને પૈસા નહીં, પણ મારે લેહી જ જોઈએ છે, અને જ્યારે તમે આ જેલમાંથી છૂટા થશે ત્યારે જ તે મને બહાર નીકળવા દેશે; નહિ તો કોઈ પણ હિસાબે કદી નહિ, એ નક્કી છે.”
“એટલે શું, ભલા ?”
“એટલે એ જ કે, મારે અહીં ચાલીસ વર્ષ જેલમાં રહેવું પડશે, તો પણ હું અહીં કશી રોકટોક વિના રહી શકીશ. હવે વાત તમારા હાથમાં નથી રહી, સાહેબ.”