________________
મિ. વિંકલની ખેલદિલી
૩૧૯ પાછળ ટેબલ વગેરેની પુષ્કળ આડો ગોઠવી દીધી. પછી વહેલી સવારે ગામ છોડી ભાગી છૂટવા માટે જોઈતી વસ્તુઓ તે સમેટવા લાગ્યા. ડાઉલર જેવા ખૂની સાથે એક ગામમાં રહેવું જ જાણે હરામ છે!
મિડાઉલરે મિવિકલના બારણ આગળ આવી, તેમનું ગળું કાપી નાખવાની ફરીથી ધમકી આપી. પણ અત્યારે બારણું બંધ હોવાથી દિવસ દરમ્યાન જ્યારે તે બહાર નીકળે, ત્યારે તેમને પોતે ખતમ કરશે એમ જણાવ્યું. દરમ્યાન કમરા બહાર ઘણું લેકે ભેગાં થઈ ગયાં અને મિ. ડાઉલરને સમજાવીને ત્યાંથી ખેંચી ગયાં. તે સૌના અવાજમાં મોટેથી બેલતા મિત્ર પિકવિકનો અવાજ પણ સંભળાતો હતો.
૩૮ મિ. વિકલની ખેલદિલી
સવારે મિ. પિકવિક સેમને બોલાવ્યો અને મિત્ર વિલને માથે મિડાઉલર તરફથી ઊભા થયેલા ખતરાની વાત કરી. સેમ રાતે બધા નોકરેના મંડળે આપેલા ખાસ આમંત્રણને માન આપી, તેઓના જલસામાં ચાલ્યો ગયો હતો અને વહેલી સવારે જ પાછો આવ્યો હતો.
તેણે કહ્યું કે, “મેં પણ એ વાત હમણાં જ સાંભળી, સાહેબ.”
“સેમ, પણ મને કહેતાં દુઃખ થાય છે કે, એ ડરના માર્યા મિ. વિકલ આજે ભાગી ગયા છે.”
ભાગી ગયા ?” સેમે પૂછયું.
“આજ વહેલી સવારે જ મને કે કોઈને કંઈ કહ્યા વિના ભાગી ગયા છે, અને કયાં ભાગી ગયા છે તે હું કટપી શકતો નથી.”