________________
૩૩૨
પિકવિક ક્લબ ડાઉન્સ” તરફ આગળ ને આગળ વધતાં છેવટે સેમ થાકપો. આસપાસ કેટલાય “વિલા’ છૂટક છૂટક પથરાયેલા હતા. એક શેરી એ બધા “વિલા’ના પાછળના ભાગને જોડતી લંબાતી હતી. સેમ તેમાં જ વળ્યો; કારણ કે, એ તરફ જ ઘરના નેકરે આવતા જતા મળી જાય.
એક તબેલાના બારણું આગળ ઘેડાવાળો ધૂળધમાં કંઈક કામ કરતો હોવાનો દેખાવ કરતો વખત ગાળી રહ્યો હતો. તેની પાસે જઈ સેમે કહ્યું –
મૉર્નિંગ.”
મર્નિગ નહિ પણ પાછલે પહેર, એમ જ કહેવું છે ને?” પેલાએ કંઈક અણગમા સાથે જવાબ આપે.
બહુ સાચી વાત કહી દીધી, મોટાભાઈ મારે એમ જ કહેવું હતું; પણ મજામાં છો ને?”
“તને મળવાથી મારી મજામાં કંઈ વધારે થાય એમ મને લાગતું નથી.”
“વાહ, નવાઈની વાત છે; મને તો તમારો ખુશનુમા દેખાવ જઈને આનંદ આનંદ થઈ ગયો છે.”
પેલાએ સેમ મશ્કરી કરે છે કે નહિ તેની ખાતરી કરવા તેના તરફ નજર કરી. પણ સેમનું મેં એવું ભલુંભાળું તથા નિર્દોષ દેખાતું હતું કે, પેલાથી બીજું કંઈ કહી શકાયું નહિ.
તમારા માલિકનું નામ વોકર છે, ખરું ?સેમે પૂછયું. “ના, જરીકે નહિ.” “તો બ્રાઉન હશે, ખરું ને ?” “ના, એ પણ નહિ.” “ત, વિલ્સન ? “એ પણ નથી.”