________________
૩૩૪
પિકવિક કલબ પાસે જતાં જતાં તે બોલ્યો, “મીઠડી, તું એકલી આ ભારે શેતરંજીઓ હલાવવા જશે, તો તારું નાજુક શરીર હલમલી ઊઠશે; માટે લાવ હું મદદ કરવા લાગ્યું.”
પેલી નોકરડી અજાણયાને મેઢે આવી વાત સાંભળી તેને દૂરથી ના પાડવા જ જતી હતી. તેવામાં તો તે એકદમ ચેકીને સહેજ પાછી હઠી. સેમ પણ હવે નજીકથી તેને જોઈને ઓછો ન ચેકપો; કારણ કે, આ તો તેણે હમણું જેને વેલેન્ટાઈન (પ્રેમપત્ર) લખે હતો, તે મિ. નષ્કિન્સની ફૂટડી નોકરડી મેરી હતી.
“ઓહો, આ તો વહાલી મેરી છે ને !” સેમ બેલ્યો. “લે, મિ. વેલર, તમે લોકોને કેવા બિવડાવતા ફરો છો!”
સેમે તેને શો જવાબ આપ્યો તે તો અમે ચોક્કસ કહી શકતા નથી. પણ તેણે મેરીને પકડી લઈને ચુંબન કરી દીધું હતું, એટલી અમને બેએક બાબતેને આધારે કલ્પના જાય છે. જેમકે, સેમને ટોપો પડી ગયો હતો અને ફૂટડી મેરી થોડી વાર પછી બેલી ઊઠી હતી, “ફરી એમ કરો તે ખરા; ખબર પાડી દઉં” ઈ.
પણ તમે અહીં શા માટે આવ્યા છો ?” મેરીએ પૂછયું. “વાહ તને શોધવા જ વળી,” સેમે જવાબ આપ્યો.
“પણ હું અહીં છું, એમ તમે કેવી રીતે જાણી લીધું ? મેં ઈસવીચમાં નોકરી લીધી હતી, અને એ લોકે અહીં બ્રિસ્ટલ આવ્યાં એટલે હું અહીં આવી છું, એ બધું તમને કોણે કહ્યું હોય ?”
એ જ વાત છે ને; કહે જોઉં, મને કણે કહ્યું હોય ?” “હા, હા, મિમઝલે કહ્યું હશે.” “ના, તેણે નથી કહ્યું.” તો પેલી રસોઇયણે.” એણે કહ્યું હોય, ખરું.”