________________
હર
અદભુત પ્રકાશની શેધને જન્મ જાણે, તો કમરા બહાર આમ છેડે વખત મારું ફરવા નીકળવાનું પણ બંધ કરાવી દે.”
જુઓ મિસ, મારે એટલું જ કહેવાનું છે કે, આ બાબતમાં તમને જે કંઈ મદદ જોઈતી હોય તે કરવા હું છેક જ તૈયાર છું –એ બે હાડવહેરેમાંથી એકાદને ઓછો કરવાની જરૂર હોય તો તેમ કરીને પણ.”
પહેલાં તો આરાબેલા મિત્ર વિકલ સાથેની સીધી મુલાકાત ગોઠવવાની બાબતમાં કબૂલ થવા આનાકાની કરવા લાગી; પણ એટલામાં બગીચામાં કાઈ આવતું હોવાનો અવાજ સાંભળતાં જ, તેણે સેમને ઉતાવળે એટલું જણાવી દીધું કે, કાલે રેજના સમયથી એક કલાક મેડી એટલે કે અંધારું થયે બગીચામાં આ જગાએ તે આંટા મારશે.
અદ્ભુત પ્રકાશની શોધને જન્મ સેમે જઈને પોતાની મુલાકાતને અહેવાલ મિ. પિકવિક તથા મિ. વિકલને કહી સંભળાવ્યો, ત્યારે બંને જણ વિચારમાં પડી ગયા. મિ. પિકવિક છેવટે બોલ્યા, “આપણે ત્યાં જવામાં બહુ કાળજી રાખવી જોઈશ; આપણે કારણે નહિ, તો પેલી યુવતીને કારણે તે ખાસ.”
આજે જવામાં ?” મિ. વિકલે ભારપૂર્વક પૂછયું.
“આપણે તે હું સાથે જ આવીશ.” મિ. પિકવિકે પણ એટલી જ ખાતરીથી સામે જવાબ આપ્યો.
તમે ?”
“હા, હા, હું જ વળી. તમને મુલાકાત આપવામાં એ યુવતીએ સ્વાભાવિકપણે જ પરંતુ એક અવિચારી પગલું ભર્યું છે.