________________
૪૧
જેલ-મહેલમાં
બાથ” તરફ રહેવાનો જે સમય નક્કી કરવામાં આવ્યો હતો તે પૂરે થતાં, મિ. પિકવિક અને તેમના મિત્રો લંડન પાછા ફર્યા. મિ. પિકવિક તરત પોતાના “ ર્જ એન્ડ વલ્ચર” હોટેલના મથકે ચાલ્યા ગયા.
આવ્યા પછીને ત્રીજે દિવસે સવારે એક વિચિત્ર દેખાવની ગાડીમાં એક માણસ ત્યાં આવી પહોંચ્યો. તે પહેલાં તેના કરતાં વધુ વિચિત્ર દેખાવનો એક માણસ કયારનો આસપાસ ચોકી કરતો ઊભો હતો. તે એ ગાડીને આવેલી દેખી પાસે આવીને ઊભો રહ્યો, એ એમની નજરની બહાર રહ્યું નહીં. તે તરત બારણુ વચ્ચે આવીને ઊભો રહ્યો. તે સમજી ગયો હતો કે, પિતાના માલિક જેની રાહ જોઈ રહ્યા છે, તે જ એ લેકે હતા.
ડી ધક્કામુક્કી અને બેલાચાલી થયા પછી એક જણે સેમને બારણાની બાજુએ દબાવી રાખ્યો અને ઘેડાગાડીમાં આવેલો બીજો માણસ અંદર ઘૂસ્યો. તેણે ગલ્લા ઉપર બેઠેલી બાઈને મિ. પિકવિકનો કમરે બતાવવા ફરમાવ્યું. બાઈએ વેઈટરને કમર બતાવવા મોકલ્યો.
મિ. પિકવિક પથારીમાં ઘસઘસાટ ઊંઘતા હતા. બારણું બહાર થયેલે અવાજ સાંભળી તે જાગી ઊઠયા. સેમ આવ્યો હશે એમ માની તેમણે હજામતનું પાણી માગ્યું.
૩૪૬