________________
૩પર
પિકવિક ક્લબ કંઈક આપતા જાઓ.” ગરીબ-વિભાગના બધા દેવાદારે વારાફરતી તે પાંજરામાં બેસતા અને ધૂળધમાં જે મળે તે વહેંચી લેતા.
અત્યારે તે હવે એ પાંજરું જંગલીપણાની નિશાની ગણીને ચણી લેવામાં આવ્યું છે, પણ ગરીબ દેવાદારને કંઈક આશરાનું એ સાધન તેથી કરીને બંધ થયું એટલું જ; બાકી બ્રિટિશ કાયદો ખૂની-ડાકુ જેવા ભયંકર ગુનેગારોને ખવરાવવાનું પિવરાવવાનું અને મજબૂત રહેઠાણ આપવાનું સ્વીકારે છે, પણ ગરીબ દેવાદારને તો ભૂખે- તરસે નગ્ન અવસ્થામાં મરવાની જ સ્વતંત્રતા બક્ષે છે.
રેકર આવીને મિ. પિકવિકને ગરીબ-વિભાગની સીડી સુધી મૂકી ગયો. મિ. પિકવિક પછી પોતે એ સાંકડો દાદર ચડીને ઉપર ગયા, તો તેમની નજરે એક વિશાળ ઓરડો અને તેમાં પુરાયેલી તેટલી જ વિરાટ કંગાલિયત નજરે પડયાં.
તેમનું ધ્યાન અંગીઠી પાસે માથું નીચું રાખી વિચારમગ્ન થઈ બેઠેલી એક વ્યક્તિ તરફ ખેંચાયું. તે માણસ આફ્રેડ કિંગલ પોતે હતો. જોકે, અત્યારે તે ચીંથરેહાલ દશામાં હતો અને ભૂખમરે, હતાશા તથા કંગાલિયત તેના મેં ઉપર શિલાલેખની પેઠે કેતરાઈ રહ્યાં હતાં.
એ ઓરડાના બીજા નિવાસીઓની કમકમાટી ઉપજાવે તેવી સ્થિતિ, તથા તેમની પાસે બેઠેલાં સ્ત્રી બાળક વગેરેનાં મોં –એ બધાનું હૃદયદ્રાવક ચિત્ર તરત મિ. પિકવિકના ચિત્ત ઉપર ડામની પેઠે અંકાઈ રહ્યું.
મિ. પિકવિક એ બધા તરફ નજર કરતા ઊભા હતા, તેવામાં બારણામાંથી ઠોકર ખાતે એક બીજે કંગલો આવ્યો. તેના ઉપર નજર પડતાં જ મિ. પિકવિક તેને ઓળખી ગયા : તે મિ. જિગલનો દસ્ત અને સાથી જોબ ટર હતો. રોકરે બહારના ફેરાફાંટાનું કામ કરવા, ગરીબ-વિભાગના એક કેદીના સગાને મોકલવાનું મિ. પિકવિકને જણાવ્યું હતું, તે આ જેબ ડ્રેટર જ હશે, એ પણ મિ. પિકવિકને સમજાઈ જતાં વાર ન લાગી.