________________
૩૫૩
જેલ-મહેલમાં જૉબ મિ. પિકવિકને જોઈ, તરત જ બેલી ઊઠશે, “મિ. પિકવિક !”
જિંગલે એ શબ્દો સાંભળીને ચોંકી ઊઠી તે તરફ મેં ફેરવ્યું, પણ પછી મિપિકવિકને જ સાક્ષાત ઊભેલા જોઈ શરમના માર્યા પિતાનું મેં તરત નીચું નાખી દીધું.
મિ. પિકવિક એ બે જણાની કંગાળ દશા જોઈને ગળગળા થઈ ગયા. જેમાં જિંગલને માટે કાંઈ ખાવાનું જ બહારથી લાવ્યો હતો. તેના ઉપર નજર કરતાં જ મિત્ર પિકવિક સમજી ગયા કે તેઓ કે છેલ્લી કોટીને ભૂખમરો વેઠી રહ્યા છે.
મિ. પિકવિકે જિંગલને વાતચીત કરવા બાજુએ બોલાવ્યો. ડીક વાતચીત ઉપરથી જ જણાઈ ગયું કે, તેઓએ એક પખવાડિયું પિતાના બૂટ ખાધા છે–અર્થાત પિતાના બૂટ વેચી નાખીને જે આવ્યું તે ઉપર તેઓ જીવ્યા છે; હાથીદાંતના મૂઠાવાળી રેશમી છત્રી ઉપર એક અઠવાડિયું તેમણે કાઢયું છે, અને પછી કોટ, જેબનાં ખમીસ વગેરેને વારો પણ એક પછી એક આવી ગયો છે. હવે માત્ર પથારીમાં પડયા પડયા ભૂખથી મરી જવાનું જ બાકી રહેતું હતું. વાત પૂરી કરી રહ્યા પછી, જિંગલે છેવટે ઉમેર્યું કે, “મારી કરણીની પૂરી સજા મને બરાબર થઈ છે; કેટલાય દિવસ બીમાર રહ્યો છું; ભૂખે પણ ખૂબ મર્યો છું; મેં ઘણાને ઠગ્યા છે, અને એ બધા ગુનાઓનો વિચાર કરતાં, હવે જિંદગી આ રીતે પૂરી થાય તો તેનું ખાસ દુઃખ હું નથી માનત.”
મિ. પિકવિકે તરત ધમકાવતા હોય તેમ જોબને પાસે બોલાવ્યો, અને આખો કડક કરીને કહ્યું, “લે !”
આ ભાષામાં કશું આપવાનું હોય તો તે ઘુમ્મો કે ફટકો જ હોય. અને જૉબે પણ માન્યું જ હતું કે, પોતે આ ભલા માણસને જે રીતે ઠગ્યા છે, બનાવ્યા છે, હેરાન કર્યા છે, તે જોતાં તે એક ગરમાગરમ ઘુમે મારી દે, તોપણ તે કાયદેસર કહેવાય. પણ ખરેખર તો હાથ ઉગામીને મિપિકવિકે જેબને જે આપ્યું તે માત્ર ચમકાર જ કરતું તેની હથેળીમાં લપાઈ ગયું. જોબની આંખમાં આનંદ અને પિ.-૨૩