________________
૩૫૪
૩૫૦
પિકનિક ક્લબ
આભારની લાગણી ઊભરાઈ આવી, અને થોડાં આંસુ પણ; પરંતુ તેનાં આ આંસુ જિંદગીમાં પહેલી વાર સાચાં હતાં.
Foto Perfect hos
in or you
મિ. પિકવિક પિતાના કમરામાં પાછા ફર્યા, ત્યારે સેમ ત્યાં આવ્યો હતો અને મિત્ર પિકવિકે મંગાવેલી બધી વસ્તુઓ ગોઠવતો હતો. મિ. પિકવિકે સેમને જોતાં જ પૂછયું, “મિત્ર ટપમન વગેરે મિત્રો મળ્યા ?”
હા, હું તેમને મળવા ગયો હતો; તેઓ કાલે અહીં આવવાના છે; જેકે, કાને નથી આવવાના એ એકદમ વિચિત્ર વાત છે.”
ઠીક, પણ સેમ, મારે તને એક વાત કહેવી છે, તું જરા ધ્યાન દઈને સાંભળ.”
“હા, હા, સાહેબ, બેલી નાખે.”
જે ભાઈ, આ જગા જુવાન કામગરા માણસ માટે વધુ વખત રહેવા યોગ્ય જગા નથી.”
બુટ્ટા માણસ માટે પણ યોગ્ય કહેવાય તેવી જગા નથી, એ સાથે જ કહી નાખેને !” સેમે જવાબમાં કહ્યું.
હા, હા; પણ બુદ્દા માણસો તો તેમની ગફલત તથા અતિ વિશ્વાસુપણુને કારણે અહીં આવવાની સજા પામે પણ ખરા. પરંતુ તારા જેવા જુવાન માણસને તો તારો સ્વાર્થી શેઠ તને અહીં રાખે તો જ રહેવું પડે. એટલે જુવાન કામગરા માણસોએ અહીં વધુ સમય કંઈ કારણ વિના ન રેકાવું જોઈએ, એમ હું માનું છું. તું મારા કહેવાની મતલબ સમજ્યો કે નહિ ?”
“તમે કઈ તરફ ધસી રહ્યા છો, એ તો હું જોઈ શકું છું, જેમ મેઈલ-ગાડીવાળા કોચમેને બરફના તોફાનને પિતા તરફ ધસી આવતું જોઈને કહ્યું હતું તેમ.”
તો પછી, તારે અહીં આળસમાં વખત ગુમાવો સારે નહીં; અને આ જેલખાનામાં રહેનારે પોતાની તહેનાત માટે એક નોકર રાખવો એ તો છેક જ બેહૂદું લાગે. એટલે થોડોક વખત તું મારાથી છૂટ થાય એ સારું છે.”