________________
૩૪૮
પિકવિક ક્લબ મિ. પિકવિકને કોફી-રૂમ' કહેવાતા એક ઓરડામાં બેસાડવામાં આવ્યા. તેમણે તરત મને પિતાના વકીલ પર્કરને બેલાવી લાવવા મોકલી દીધો.
ત્યાં બીજા બેત્રણ જણ પણ બેઠેલા હતા. તેમાં એક એગણીસવીસ વર્ષને જુવાનિયે પણ હતો. તે આખે વખત દારૂ પીધા કરતો હતો અને સિગાર ફેંક્યા કરતો હતો. તેના ઊભરાયેલા મેં ઉપરથી લાગતું હતું કે, જિંદગીનાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી તેણે એ જ કામ કર્યા કર્યું છે. તેના એક જોડીદારે હજામત કરી રહ્યા પછી પોતાને અને તેને ધર્યો અને તેને હજામત કરી લેવા કહ્યું. પણ પેલા જુવાનડાએ જવાબ આપ્યો કે, કલાકેકમાં તે તેને છૂટો કરવામાં આવશે, એટલે ઘેર જઈને તે નિરાંતે જ હજામત કરશે.
અસ્ત્રાવાળાએ હવે મિ. પિકવિક સામે જોઈને હસતાં હસતાં કહ્યું, “આ છોકરાને અહીં આવ્યે એક અઠવાડિયું થયું, છતાં તેણે એક વાર હજામત કરી નથી. તે એમ માને છે કે, એકાદ કલાકમાં જ તેને ઘેર પાછા ફરવાનું થશે!”
બિચારો !” મિ. પિકવિકે સહાનુભૂતિમાં કહ્યું, અને પૂછયું, “તો શું તેના છૂટવાના ચાન્સ બહુ ઓછા છે?”
પેલાએ જવાબમાં માત્ર ખભા ચડાવ્યા. એ જોઈ પેલા જુવાનડાએ પિતાને તાકીદને કાગળ લખવા કાગળ-કલમ મંગાવ્યાં, અને એ કાગળ સારા શબ્દોમાં લખવા પિતાની જાતને તત્પર કરવા માટે દારૂનો પ્યાલે મંગાવ્યો.
થોડી વાર બાદ બે કે ત્રણ જણ તે છોકરાને મળવા આવ્યા જ. એ લોકોની લાંબી વાટાઘાટના જે થોડા શબ્દો મિ. પિકવિકે સાંભળ્યા, તે ઉપરથી તેમને ખાતરી થઈ કે, છોકરાની વારંવારની ગેરવર્તણૂક, અને દેવું કરવાની ટેવથી ત્રાસીને તેના બાપે જ તેને અહીં દેવાળિયાની જેલમાં પુરાવવાનું પગલું ભર્યું હતું, અને હવે તે તેને એક પણ વધુ તક આપવાની ના પાડતો હતો.