________________
જેલમહેલમાં
- ૩૪૭ “હમણાં જ તમારી હજામત કરી નાખું છું, મિ. પિકવિક,” એમ કહી પેલા માણસે તરત અદાલત તરફથી મિસિસ બાડેલના કેસના ચુકાદા અંગેનું વેરંટ બતાવ્યું, અને પિતાનું ઓળખપત્ર રજૂ કર્યું.
તે જ ઘડીએ સેમે અંદર આવી પેલાને પૂછયું, “તમે કકર છે ?”
હું કોણ છું કે હું તને જતા પહેલાં બતાવતો જવા માગું છું તથા જરા સારી રીતભાતને પાઠ પણ શીખવવા ધારું છું.”
તારે આભારી છું, ભલાદમી; હું પણ તને કેાઈ સહસ્થના ઓરડામાં કેમ કરીને પેસાય તેની રીતભાત શીખવાડી દઉં છું; ચાલ તારે ટોપ માથા ઉપરથી ઉઠાવ–” એમ કહી સેમે એવી ચાલાકીથી એક ઝપાટો માર્યો કે પેલાને ટોપ ઊડીને દૂર પડશે તથા તેણે માં ઘાલેલી દાંત ખોતરવાની સેનાની સળી તેના ગળામાં ઊતરી જતી મહાપરાણે રહી ગઈ
“જુઓ, જુઓ, મિ. પિકવિક, મારા ઉપર –એક સરકારી નોકર ઉપર, તેની ફરજ બજાવતી વખતે, હુમલો કરવામાં આવ્યો છે; મારી જિંદગી જોખમમાં છે, અને તમે તે બાબતમાં સાક્ષી પૂરશે એવી આશા રાખું છું.”
સાહેબ, આંખ મીંચી દે, એટલે કશું જોવાની સાક્ષી પૂરવી નહિ પડે અને આને તો હું આ બારી બહાર વિદાય કરી દઉં છું.” સેમે ઉશ્કેરાઈને કહ્યું.
“મામિ. પિકવિક ગુસ્સાભર્યા અવાજે બેલી ઊઠયો: “જે તું હવે આગળ એક શબ્દ પણ બેલીશ, તો અબઘડી તને મારી નોકરીમાંથી છૂટો કરી દઈશ.”
મિ. પિકવિકને હવે ઉતાવળથી પરવારી લેવા કહેવામાં આવ્યું. પછી તેમને લંડનના શેરીફના અફસરની કચેરીમાં લઈ જવામાં આવ્યા. ઘેડાગાડીમાં આવેલો માણસ એ અફસર પોતે જ હતો.