________________
અદભુત પ્રકાશની શેધને જન્મ
૩૪૫ ઘોડાગાડી તરફ જોરથી દોડી જતા મિત્ર વિકલની પાછળ પાછળ દોડશે, અને એ શેરી બહાર ધારી રસ્તા ઉપર આવીને જ થંભ્યો. પીઠ ઉપરથી મિ. પિકવિકને ઉતાર્યા પછી મિવિલે અને સેમે તેમને પિતાની વચ્ચે તાળી રાખી, ઘોડાગાડી સુધી દેડાવી લીધા.
ઘોડાગાડીમાં બેસાડતી વખતે સેમે વિલને ધીમેથી પૂછી લીધું, “તમારી પહેલાં કઈ પેલીને રદિયામાં ઘૂસી ગયેલું તે નથી ને ?”
બધું બરાબર છે, સેમ, બધું બરાબર છે. કશો વધે નથી.” મિ વિકલે ધીમેથી હસતાં જવાબ આપે.
બીજી બાજુ પેલા મહા વૈજ્ઞાનિકે પછી એ અભુત પ્રકાશ ઉપર એક મોટો ગ્રંથ લખે, તે અહીં જ કહેતા જઈએ. તેણે હવે સાબિત કર્યું કે, એ પ્રકાશ પૃથ્વીમાં રહેલી વીજળીના અમુક અમુક વખતે, અમુક કારણએ થતો આવિષ્કાર છે-જે કારણે અલબત્ત શોધવાં રહે છે– પણ આકાશની વીજળી સાથે તે પ્રકાશને કશો સંબંધ નથી, એ નક્કી છે; કારણ કે, તે વખતે આકાશમાં વીજળી હતી નહીં. એ પ્રકાશ પૃથ્વીમાંની વીજળીને છે, એ બાબતનો બીજો અગત્યનો પુરાવો એ હતો કે, પોતે જ્યારે બગીચાનો ઝાંપો ઉઘાડી બહાર નીકળવા ગયો, તે જ વખતે એ પ્રકાશનો ગાળો તેના તરફ ખેંચાયે, અને તેને માથા ઉપર એવો ધક્કો લાગ્યો કે જેથી પાએક કલાક સુધી તે છેક જ બેભાન થઈ ગયો હતો. બધાં વૈજ્ઞાનિક મંડળેાએ આ શોધને અનુપમ ઉત્સાહ અને અભિનંદનથી વધાવી લીધી; અને એણે નોંધેલા મુદ્દાઓને આધારે જોર જોરથી આગળ શોધે ચાલવા લાગી.