________________
૩૪૪
પિકવિક ક્લબ
“ચાર લેાકા આવ્યા લાગે છે, સાહેબ,” નાકરે તરત જવાબ
આપ્યા.
'
પેલા મહાવિજ્ઞાનીને પુણ્ય-પ્રકાપ આ જવાબથી તરત ભભૂકી ઊઠયો. તેણે ત્રાડ નાખીને કહ્યું, “એક વિજ્ઞાનીના સંશાધનને અવળે પાટે ચડાવી દેવા ઇચ્છનાર બબૂચક મૂર્ખ, તું ચાલ્યેાજા અહીંથી.” પેલેા નાકર જરા છેભીલે પડીને ચાલ્યેા ગયેા, એટલે આ મહાવિજ્ઞાનીએ હવે જરા વધુ નજીક જઈ, એ પ્રકાશ વિષે વિશેષ માહિતી મેળવવાને ઇરાદો કર્યાં. તે તરત ટાપુ। પહેરી, પેાતાના બગીચાના ઝાંપા પાસે જઈ પહેોંચ્યા.
હવે તે જ ઘડીએ મિ॰ પિકવિક શેરીમાંથી કાઈને આવતું ખરેખર સાંભળ્યું અથવા તેમને એવા ભ્રમ થયા, એટલે તરત તે પેાતાના ફાનસનું ઢાંકણુ ઉતાવળે ઉઘાડ-વાસ કરતા મૅરીવાળા મકાનના બગીચા તરફ દાડષા અને સૌને બહાર નીકળી આવવા અને ઠેકાણે પડી જવા તેમણે તાકીદ કરી.
તરત મિ॰ વિકલ પાછા કૂદી આવ્યા, આરાખેલા તેના મકાનમાં પેસી ગઈ, મૅરી તેના મકાનમાં, અને સૅમ વગેરે ત્રણ જણુ બગીચાને ઝાંપા વાસી દઈ, બહાર શેરીમાં નીકળી આવ્યા. તે જ વખતે પેલે વૈજ્ઞાનિક પેાતાના બગીચાના ઝાંપાનું તાળું ખેાલતા હતા.
સૅમે મિ॰ પિકવિકને કહ્યું, “મહેરબાની કરીને તમારું ફાનસ એક સેકંડ માટે ખેાલી નાખેા.”
મિ॰ પિકવિકે એનું ઢાંકણુ ખેાલ્યું, તેની સાથે જ સૅમની નજરે પેલા મહા-વૈજ્ઞાનિકનું માથું બગીચાને દરવાજો ઉઘાડવા ઊંચું નીચું થતું દેખાયું. તરત જ તેણે પેાતાના હાથ વડે એક ધક્કો નીચેની તરફ એવી રીતે દીધા કે તે મહાન માથું બગીચાના દરવાજા ઉપર અફળાય તેમ વૈજ્ઞાનિક પેાતે જમીન ઉપર તૂટી પડયો. આ બધું અતિ ચાલાકીપૂર્વક પતવી દઈ, સૅમ તરત મિ॰ પિકવિકને પીઠ ઉપર નાખી,