________________
૩૪ર
પિકવિક ક્લબ “મહેરબાની કરીને ચાલ્યા જાઓ મિપિકવિક; બધાને જ ચાલ્યા જવાનું કહો. મને બહુ ડર લાગે છે. અહીં આમ ઊભા ન રહેશે; તમે પડી જશે અને વગાડી બેસશે.”
જે મીઠડી, આમ ડરી ન જા. મારા મિત્રની સ્થિતિ છેક ચિંતાજનક થઈ ન ગઈ હોત, તો હું તેમને આમ મળવાની સલાહ તને ન આપત. છતાં હવે જ્યારે આ મુલાકાત ગોઠવવી જ પડી છે, ત્યારે હું એટલા માટે હાજર રહ્યો છું કે જેથી તમે બંનેને નિરાંત રહે, –અને કોઈ કશી જાતનું આળ તમે લોકો ઉપર ચડાવી ન શકે.”
તમારે આભાર માનું છું, મિત્ર પિકવિક; તમે તમારા મિત્રના અને મારા કેવા હિતેચ્છુ છે, એ હું બરાબર જાણું છું,” એટલું કહી આરાબેલાએ હૃદય ભરાઈ આવતાં આંખે રૂમાલ લગાડો. પણ એટલામાં મિ. પિકવિક અચાનક નીચે પડી ગયા. તેમના ખભા ઉપર પગ બદલવા જતાં તેમનો પગ હવામાં અધ્ધર જ ગોઠવાયે અને તે સીધા જમીન ઉપર આવ્યા. પરંતુ છેલાયા –વાગ્યાની સહેજ પણ પરવા કર્યા વિના, તેમણે તરત મિવિકલને ભીંત ઉપર જઈ પિતાની મુલાકાત ચાલુ કરી દેવા સૂચના આપી.
મિ. વિકલ તે પ્રમાણે ભીંત ઉપર ચડી ગયા એટલે મિત્ર પિકવિક શેરીમાં કાઈ આવે જાય તેની તપાસ રાખતા બહાર ઊભા રહ્યા. હાથમાં તેમણે તેમનું વહાલું ફાનસ પકડી રાખ્યું હતું. અને આખી શેરીને રસ્તે તે તેને પ્રકાશ દૂર સુધી નાખ્યા કરતા હતા.
મિ. વિંકલે મેવું કર્યા વિના ભીંત ઉપરથી નીચે આરાબેલાના પગ આગળ જ પડતું નાખ્યું, અને પોતાના પ્રેમની પ્રબળતાનું સોગંદપૂર્વક બયાન શરૂ કર્યું.
આ અરસામાં જ, અહીંથી બેત્રણ ઘર દૂર એક મહાન વિજ્ઞાની પિતાના અભ્યાસગૃહમાં બારી પાસે બેઠે બેઠે, પાસે પડેલા સીસામાંથી વખતોવખત જ્ઞાનોત્તેજક પીણું કાઢી કાઢીને પીતો પીતો, પોતાના વિજ્ઞાન