________________
અદભુત પ્રકાશની શેધને જન્મ ૩૪૩ વિચારમાં મશગૂલ થઈ બેઠો હતો. તે વખતે તેના મગજમાં એક અનોખા સિદ્ધાંતની પ્રસૂતિ-વેદના ઊપડેલી હતી, અને તે એક પ્રકારના ખાસ અજંપો અનુભવી રહ્યો હતો. અચાનક તેણે એક તેજસ્વી પ્રકાશનો લિસોટો શેરીમાં પસાર થતો જોયો. જમીનથી થડે જ ઊંચે તે પસાર થતો હતો, અને પાછો બંધ થઈ જતો હતો. એમ કેટલીય વાર બન્યું.
એ મહા-વિજ્ઞાનીએ એ જોઈ પોતાની બીજી બધી વિચારણું બાજુએ મૂકી દીધી, અને આ પ્રકાશના લિસોટાનાં કુદરતી કારણોની તીવ્ર તપાસ આરંભી દીધી.
એ લિસોટો ઉલ્કાનો પ્રકાશ તો ન હોઈ શકે; કારણ કે, આ તો વધારે નીચે છે. તે આગિયાઓને પ્રકાશ પણ ન હોઈ શકે; કારણ કે, આ તો વધુ ઊંચે છે. તે દારૂખાનું ન હોઈ શકે; કારણ કે, તે ફૂટવાનો અવાજ જરાય આવતો નથી.
તે આ પ્રકાશ અત્યાર સુધી ન જાણવામાં આવેલે, ન સમજાવી શકાયેલ કોઈ અભુત પ્રકાશ છે. અને તેની શોધખોળ કરવી અને તે બાબત પુસ્તક લખવું, એ તો વિજ્ઞાનની અને માનવજાતની ભારે સેવા કરી કહેવાય, એમ તેને લાગ્યું. તરત જ તેણે એ પ્રકાશ કયારે દેખાયો તેની તારીખ, સમય, એક એક ઝબકારની સ્થળ-કાળમાં લંબાઈ વગેરે મુદ્દાસર માહિતી નેંધવા માંડી. અને જેમ જેમ તેણે એ તપાસ આગળ ચલાવી, તેમ તેમ, એક મહાન અવકાશી શેધના પ્રારંભના ગૌરવથી તેનું હૃદય ફાટી પડવા લાગ્યું.
મુદ્દાઓની સેંધણી પૂરી થયા બાદ તેણે તે પ્રકાશની લીલા જ આતુર ચિત્તે નિહાળવા માંડી. તેણે હવે પિતાને પત્ની ન હોવાથી, પિતાના નેકરને એ વાતના સાક્ષી તરીકે બોલાવ્યો. તેણે એ પ્રકાશનું નૃત્ય તેને બતાવીને પૂછયું, “જો, એ પ્રકાશ ? તું એનાં મૂળ કારણો વિષે શું ધારે છે ?”