________________
૩૩૫
સૅમની કામગીરી “આવું તે મારી પાછળ પાછળ ભમાતું હશે, વળી ?”
પણ ભમતા આવ્યા જ છું, એટલે એ પંચાત મૂક; પણ વહાલી મૅરી, મારે બીજું એક અગત્યનું કામ છે. મારા ગવર્નરના મિત્ર પેલા મિત્ર વિકલ હતાને ?”
હા, લીલે કેટ પહેરતા હતા તે વળી.”
બસ એ જ; તે કોઈ યુવતીના એકદમ પ્રેમમાં પડી ગયા છે; અને માત્ર પડી ગયા હોત તો વાંધો નહીં, પણ ડૂબી જ મર્યા છે.”
“બાપરે !”
પણ, જે તેમની પેલી જુવાનડીને ખોળી કાઢીએ, તે તે જીવતા થઈ શકે તેમ છે.”
“લો, મેં તો એવી પ્રેમમાં ડૂબી મરવાની વાત મારા સગા કાને કદી સાંભળી નથી.”
“મેં પણ વાત સાંભળી નથી; માત્ર મિત્ર વિકલને એવા પ્રેમમાં બૂડેલા નજરે જોયા છે; એટલે જ હું ખાવાનું, પીવાનું, ઊંઘવાનું બધું ભૂલી, તેમની એ મિસ આરાબેલાને શોધતો ભટકયા કરું છું.”
“કોણ મિસ ?” મિસ આરાબેલા એલન.”
“ઓહો ! એ તે પેલા ઘરમાં જ રહે છે ! છ અઠવાડિયાં થયાં, એ આવી છે. એ ઘરની નોકરડીએ એક સવારે બધાં ઊઠયાં તે પહેલાં બહાર ઊભાં ઊભાં એ વાત મને કહી હતી.” એમ કહી મેરીએ પેલો ઘેડાવાળ સેમ ઉપર ગુસ્સે થઈને જે ઘરમાં પેસી ગયો હતે તે ઘર જ બતાવ્યું. સેમનું મુખ્ય કામ અચાનક આમ પૂરું થયું તેથી તેને એટલો બધો હર્ષ થઈ આવ્યો કે, તેને ઊભા રહેવા માટે પણ મેરીના શરીરનો ટેકો લેવો પડશે, અને આભારદર્શક કંઈક કંઈક ચેષ્ટાઓ કરવી પડી. પછી તેણે કહ્યું, “મારે તે બાઈને જ એક સંદેશો પહોંચાડવાનું છે, એટલા સારુ થઈને હું સવારને